- રાજકોટના મોટા ગ્રુપ ઓરબીટ અને લાડાણીને ત્યાં તપાસ ચાલુ
- પાંચ થી છ એકરના પ્લોટ ધરાવચા બિલ્ડરોના પ્રોજેક્ટ પર તવાઈ
- ઠેલાંઓ ભરીને રોકડ અને દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા
રાજકોટમાં બિલ્ડર ગ્રુપને ત્યાં આઇટી વિભાગના દરોડા પડ્યા છે. જેમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ દરમિયાન 500 કરોડ રૂપિયાના બેનામી વ્યવહારો મળ્યા હોવાની ચર્ચા સામે આવી છે. આ સાથે જ દરોડા દરમિયાન થેલા ભરીને રોકડ અને દસ્તાવેજો કબ્જે કરવામાં આવ્યા છે.
30 થી વધુ સ્થળો પર દરોડા
છેલ્લા 5 દિવસથી રાજકોટમાં અલગ અલગ 30 સ્થળોએ ITના દરોડા પડ્યા હતા. લાડાણી એસોસિએટ્સના દિલીપ લાડાણી, દાનુભા જાડેજા, અર્જુનસિંહ જાડેજા, મહિપતસિંહ ચુડાસમા, નિલેશ જાગાણી અને ઓરબીટ ગ્રુપના વિનેશ પટેલ અને તેના ભાગીદારોની હત્યા દરોડા પડ્યા હતા. તેમજ બિલ્ડરોની સાથે ફાઈનાન્સરો, બ્રોકરો અને અન્ય વેપારીઓને પણ આવકવેરા વિભાગે ઝપેટમાં લઇ લીધા છે.
ગુજરાતનો સૌથી મોટો પ્રોજેક્ટ પણ IT વિભાગની રડારમાં હોવાની વિગતો સામે આવી રહી છે. આ સાથે જ અલગ અલગ છ બિલ્ડર ભાગીદારોને ત્યાં ITની કાર્યવાહી સામે આવી છે. જેમાં આઇ.ટી વિભાગના અધિકારીઓ દ્વારા ઠેલાંઓ ભરીને રોકડ અને દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા.
મોટા બિલ્ડર ગ્રુપ પર તવાઈ
રાજકોટના ઓરબિટ ગ્રુપના બિલ્ડર વિનેશકુમાર પટેલ, વિપુલ પટેલ, સમીર પટેલ, સંજય વરાસડા, પકંજ વરાસડા અને રસિક પટેલની ઓફિસોમાં મંગળવારે દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડાની કામગીરી સતત પાંચમા દિવસે પણ યથાવત્ છે. જેમાં લાડાણી એસોસિએટ્સના બિલ્ડર દિલીપ લાડાણી અને ઉત્સવ લાડાણીની ઓફિસ અને રહેઠાણે દરોડામાં વાધાજનક દસ્તાવેજો જપ્ત કરાયા છે.