- સ્માર્ટ પ્રીપેડ મીટર મોબાઈલમાં તમામ માહિતી આપશે
- મીટર ડેટા મેનેજમેન્ટ પણ મોબાઈલથી કરી શકાશે
- પ્રથમ ફેઝમાં 23.66 લાખ મીટર લગાવવામાં આવશે
આગામી દિવસોમાં પ્રીપેડ વીજ મીટર લગાવવાની તૈયારી રાજ્ય સરકાર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે. ભારત સરકારના ઉર્જા મંત્રાલય દ્વારા આપવામાં આવેલા નિર્દેશ અનુસાર ડિસેમ્બર 2023 સુધીમાં આ યોજના અમલમાં મૂકવામાં આવી હતી . ગુજરાતની ચારેય વીજ કંપનીઓના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારોમાં કુલ 1,64,81,871 જેટલા પ્રીપેડ સ્માર્ટ ઇલેક્ટ્રિક મીટર લગાવાશે, પ્રાથમિક તબક્કે કુલ 10443 કરોડના ખર્ચનો અંદાજ મૂકવામાં આવ્યો છે .જેને ડિસ્કોમ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે રાજકોટમાં આ મીટર લગાવવાની શરૂઆત કરી દેવાઈ છે.સ્માર્ટ પ્રીપેડ મીટર મોબાઈલમાં તમામ માહિતી આપશે ,સાથે સાથે મોબાઈલથી પણ મેનેજમેન્ટ કરી શકાશે.
રાજકોટમાં શરૂઆત














