પાટણમાં સમી-રાધનપુર હાઈવે પર જીવલેણ અકસ્માત સર્જાતા 6 લોકોના મોત થયા હોવાની વાત સામે આવી છે,જેમાં બસ અને રીક્ષા વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો,બસે રિક્ષાને અડફેટે લેતા રીક્ષામાં સવાર 6 લોકોના મોત થયા છે,તો અન્ય ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડયા છે.પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ કરી છે.


પાટણમાં જીવલેણ અકસ્માતમાં 6ના મોત

પાટણમાં એસટી બસ અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો છે,આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટના સ્થળે જ 6 લોકો મોતને ભેટયા હતા,તો ગંભીર રીતે ઈજાગ્રસ્ત અન્ય લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડયા છે,રિક્ષા હિંમતનગરથી માતાના મઢે જતી હતી તે દરમિયાન આ ઘટના બની હોવાની વાત સામે આવી છે,પોલીસે આસપાસના લોકોના નિવેદન નોંધ્યા છે અને ઈજાગ્રસ્તોને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડયા છે,પોલીસે ટ્રાફિકજામ થતા તેને દૂર પણ કર્યો છે.

સમી -રાધનપુર હાઇવે પર થયો ગંભીર અકસ્માત

સમીના વચ્છરાજ હોટલ નજીક આ અકસ્માત સર્જાયો હોવાની વાત સામે આવી છે,ત્યારે પોલીસે તમામ મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યા છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે.એસટી બસના ડ્રાઈવરની બેદરકારીના કારણે આ અકસ્માત થયો હોવાથી પોલીસે ડ્રાઈવરની પણ પૂછપરછ કરી છે,ડ્રાઈવરને રીક્ષા ના દેખાતા અકસ્માત થયો હોવાની માહિતી સૂત્રો તરફથી પ્રાપ્ત થઈ છે,આસપાસના ગામના લોકો પણ મદદે પહોંચી રહ્યાં છે,એસટી બસની નીચે લોકો દટાયા હતા.

  • Follow us on: