રાજકોટમાં ઈન્દિરા સર્કલ દુર્ઘટનામાં મોટા સમાચાર સામે આવ્યા છે,જેમાં કોર્પોરેશને અકસ્માતની ઘટનામાં કંપનીને માત્ર રૂ.2674નો દંડ ફટકાર્યો છે,બેફામ સિટી બસચાલકે 4 નિર્દોષોનો લીધો છે જીવ અને મનપા-કંપની વચ્ચે થયેલી કોન્ટ્રાક્ટ મુજબ દંડ કરવામાં આવ્યો છે,મનપા કંપનીને પ્રતિ કિમી દીઠ રૂ. 53.48 ચૂકવે છે અને અકસ્માતમાં કંપનીને 50 કિમી ટ્રીપના દંડની જોગવાઈ છે.
સિટી બસનો કોન્ટ્રાક્ટ દિલ્હીની PMI કંપની પાસે
આ સમગ્ર ઘટનામાં સંચાલન માટે વિશ્વકર્મા, નારાયણ નામની બે એજન્સીને કોન્ટ્રાક અપાયો છે,મનપાના પૂર્વ આસિ.ઇજનેર જસ્મિન રાઠોડ આ કોન્ટ્રાક સંભાળે છે અને ભાજપ અગ્રણી વિક્રમ ડાંગર પણ કરે છે સંચાલન સાથે સાથે પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાએ બેઠક કરી હતી જેમાં જુદા જુદા વિભાગના અધિકારીઓ હાજર રહ્યાં હતા,કંપની અને એજન્સી વચ્ચે કઈ રીતે કરાર તે તપાસ થશે અને કંપની, એજન્સીના માણસોની જવાબદારી ફિક્સ મુદ્દે ચર્ચા કરવામાં આવશે
પોલીસે પથ્થરમારાને લઈ નોંધ્યો ગુનો
રાજકોટ સિટી બસ પર થયેલા પથ્થરમારાના કેસમાં પોલીસે અજાણ્યા 15થી 20ના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે,યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો ગુનો જેમાં સિટી બસમાં તોડફોડ અને ડ્રાઈવરને માર મારવાની ફરિયાદ નોંધાઈ છે,પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ, રાયોટિંગ કલમ હેઠળ ગુનો નોંધાયો છે,પોલીસે ત્રણ જેટલા શકમંદોને ઝડપી પાડયા છે.
રાજકોટમાં સિટી બસ અકસ્માતમાં મોટો ખુલાસો
આ સમગ્ર કેસમાં એવો પણ ખુલાસો થયો છે કે,બસ ડ્રાઈવરનું લાયસન્સ એકસ્પાયર્ડ હતુ અને તે બસ હંકારી રહ્યો હતો,ગાંધીગ્રામ પોલીસે ડ્રાઈવર સામે નોંધ્યો ગુનો અને ડ્રાઈવર સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધાયો છે,તો મનપા દ્વારા તપાસના નાટક કરી સહાય જાહેર કરવામાં આવી છે,કોન્ટ્રાક્ટ એજન્સી સામે મનપાની કોઈ કાર્યવાહી નહીં અને ડ્રાઈવરને ફરજ પરથી દૂર કરી સંતોષ માન્યો છે.