સુરતમાં વધુ સાત કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં પાલના એક તબીબ સહિત સાતના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, બે દર્દી સારવાર હેઠળ અને પાંચ હોમ આઇસોલેશન ખસેડવામાં આવ્યા છે, પંદર દિવસમાં 35 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, તો હાલ કોરોના ગુજરાતમાં ધીરે ધીરે પીક પકડી રહ્યો છે, તો લોકોએ ગભરાવાની પણ સાવચેત રહેવાની જરૂર છે.


સુરતમાં કોરોના કેસમાં ધીમે ધીમે વધારો થયો

સુરતમાં વધુ સાત કોરોના કેસ પોઝિટિવ નોંધાયા છે જેમાં પાલ વિસ્તારના એક તબીબ અને મુંબઈથી પરત આવેલા વૃધ્ધ સહિત સાતને કોરોના પોઝિટિવ આવ્યા છે, બે દર્દીઓની હાલ ગંભીર હોવાથી તેમને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે જ્યારે અન્ય 5 દર્દીઓને આઈસોલેશન હેઠળ ઘરે જ સારવાર આપવામાં આવી છે, સુરતમાં અત્યાર સુધીમાં સૌથી વધારે કોરોના તબીબોને થયો છે, લોકોએ પણ સાવચેત રહેવું જોઈએ.

મહારાષ્ટ્રમાં કોરોનાએ વેગ પકડ્યો

શનિવાર સુધીમાં, મહારાષ્ટ્રમાં કુલ 166 એક્ટિવ કેસ છે. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 7,144 કેસ નોંધાયા છે. શનિવારે 47 નવા કેસ નોંધાયા હતા. મુંબઈથી 30, પુણેથી 7, નવી મુંબઈથી 3 અને થાણેથી 6. શનિવારે, જાન્યુઆરી પછી કોરોનાને કારણે ચોથું મૃત્યુ થયું. પોલીસ સ્ટેશનની હોસ્પિટલમાં કોરોનાને કારણે 21 વર્ષીય યુવકનું મોત થયું. આ યુવાન ડાયાબિટીક કીટોએસિડોસિસની ગંભીર સ્થિતિથી પીડાતો હતો.

  • Follow us on: