સમગ્ર દેશમાં ફરી એક વખત કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે, જેની અસર હવે હિમાચલ પ્રદેશમાં પણ જોવા મળશે. હિમાચલમાં કોરોના સંક્રમણના નવા કેસ સામે આવ્યા બાદ સ્વાસ્થ્ય વિભાગે તરત જ એડવાઈઝરી જાહેર કરી છે. જેના આધારે પ્રદેશના તમામ હોસ્પિટલમાં માસ્ક ફરજીયાત કરવામાં આવ્યું છે.
પેશન્ટ સાથે આવનાર વ્યક્તિ માટે પણ માસ્ક ફરજીયાત
સ્વાસ્થ્ય વિભાગની એડવાઈઝરી મુજબ, પેશન્ટ સાથે આવનાર સગા-સબંધીઓએ પણ માસ્ક પહેરવું જરુરી છે. ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને ગંભીર સમસ્યાઓ સામે લડી રહેલા લોકોએ સાવધાની રાખવી જરૂરી છે. એડવાઈઝરીમાં જાહેર જગ્યાઓએ સોસિયલ ડિસ્ટન્સ રાખવા માટે પણ અપીલ કરવામાં આવી છે.
પ્રદેશના સૌથી મોટા સરકારી હોસ્પિટલ ઈન્દીરા ગાંધી મેડિકલ કોલેજ, શઇમલામાં કોવિડ સામે લડવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. હોસ્પિટલમાં 150 ઓક્સિજનવાળા બેડ મુકીને કોવિડ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.
IGMCના ડેપ્યુટી મેડિકલ સુપરિટેન્ડેટ ડો. પ્રવીણ એસ. ભાટીયાએ જણાવ્યું છે કે સ્વાસ્થ્ય વિભાગના સુચનોને આધારે હોસ્પિટલમાં કોવિડ સામે લડવા માટે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. દર્દીઓને ખાંસી, તાવ અને શરદી જેવા લક્ષણો જણાય તો તરત જ હોસ્પિટલ આવવાની સલાહ આપવામાં આવી છે.