ગુજરાતમાં મારામારી, હત્યા, દુષ્કર્મ સહિતની ઘટનાએ લોકોને ચોંકાવી નાખ્યા છે. ઊંઝામાં 5 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. પોલીસે ઘૃણાસ્પદ કૃત્ય કરનાર 70 વર્ષના વૃદ્ધની ધરપકડ કરવામાં આવી છે.


રાજ્યમાં દુષ્કર્મની ઘટનાઓ સતત વધી રહી છે. રાજ્યભરમાં દુષ્કર્મના કેસ વધી રહ્યાં છે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠી રહ્યાં છે. ત્યારે મહેસાણાના ઊંઝા વિસ્તારમાં આ શરમજનક ઘટના બની હતી. 5 વર્ષની બાળકીને પેડો આપી વૃદ્ધ તેના ઘરમાં લઈ ગયો હતો. બાળકી સાથે અડપલાં કરી નરાધમ વૃદ્ધાએ દુષ્કર્મ આચર્યું હતું. ઘન્ય કૃત્ય આચરનારારોશન ખત્રી નામના 70 વર્ષીય વૃદ્ધાની ધરપકડ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ. મહેસાણાના ઊંઝામાં ઘૃણાસ્પદ કૃત્ય કરનાર નરાધમ રોશન ખત્રી નામના 70 વર્ષનો વૃદ્ધની ધરપકડ કરવામાં આવી છે. આ નરાધમે બાળકીને ગુપ્તભાગે અડપલાં કરી દુષ્કર્મ કર્યું હતું. સમગ્ર ઘટનાની જાણ બાળકીના પરિવારજનોને થતા પોલીસે સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં જ ઘૃણાસ્પદ કૃત્ય કરનાર નરાધમ રોશન ખત્રી નામ શખ્સની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

  • Follow us on: