• હિંમતનગર હાઈવે ખુમાપુર પાસે ગમખ્વાર અકસ્માત
  • બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થયો હતો
  • મોડાસા આવતી બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત

અરવલ્લીના મોડાસામાં અકસ્માતમાં એકનું મોત થયુ છે. જેમાં હિંમતનગર હાઈવે ખુમાપુર પાસે ગમખ્વાર અકસ્માત થયો છે. તેમાં બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માતમાં 1 નું મોત થયુ છે તથા 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે. મોડાસા આવતી બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થયો હતો.

ટ્રેક્ટરની ટ્રોલીને ટક્કર વાગતા અકસ્માત સર્જાયો

ટ્રેક્ટરની ટ્રોલીને ટક્કર વાગતા અકસ્માત સર્જાયો હતો. આજે વહેલી સવારે 5 વાગ્યાના અરસામાં આ ઘટના બની હતી. માતાનામઢ થી મોડાસા આવતા બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. તથા બચાવ કામગીરી કરી હતી. ટ્રેક્ટરની ટ્રોલીને ટક્કર વાગતા શ્રમિકો ઘાયલ થયા છે. તેમજ શ્રમિકો દાહોદ બાજુના હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે.

 ટ્રેલરની પાછળ લાઈટ અને રિફ્લેક્ટર નહીં હોવાને લઈ અકસ્માત

ખુમાપુર પાટીયા પાસે સર્જાયેલા અકસ્માતને પગલે સ્થાનિક પોલીસ સહિતનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. 108 દ્વારા ઘાયલોને સ્થાનિક મોડાસાની સાર્વજનીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ટ્રેક્ટર ટ્રેલરની પાછળ રિફ્લેક્ટરનો અભાવ હતો કે કેમ એ દિશામાં પણ તપાસ શરુ કરાઈ છે. બીજી તરફ ખેત શ્રમિકો અને ખેડૂતોની સલામતી માટે ટ્રેક્ટર ટ્રેલરની પાછળ રિફ્લેક્ટર લગાડવાને લઈ જાગૃતિ પ્રેરવાની જરુરિયાત વર્તાઈ રહી છે. મોટા ભાગના ટ્રેલરની પાછળ લાઈટ અને રિફ્લેક્ટર નહીં હોવાને લઈ અકસ્માત નોંધાતા હોય છે.

  • Follow us on: