• 33 લાખ 48 હજાર કિંમતના સોનાની ભેટ આપી
  • મંદિરમાં અંદાજે 140 કિલો કરતાં વધુ સોનાનો દ્રવ્ય
  • અગાઉ શિખ માટે સોનાનું દાન કરવામાં આવ્યું હતું 

અંબાજી મંદિર અરવલ્લી ગિરિમાળાઓમાં પહાડોમાં આવેલું જગતજનની જગદંબા મા અંબાનું પ્રાચીન અને પૌરાણિક તીર્થ સ્થળ છે. અંબાજી મંદિરને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે.અંબાજી મંદિર હાલમા 60ફૂટ સુધી સુવર્ણ મંદિર બનવા પામેલ છે અને આ મંદિરમાં અંદાજે 140 કિલો કરતાં વધુ સોનાનો ઉપયોગ થયેલ છે.

સ્વતંત્રતા દિવસના પર્વે રાજકોટના મહિભક્ત દ્વારા અંબાજી મંદિરમાં 558 ગ્રામ સોનુ સુવર્ણ શિખર માટે ભેટ સ્વરૂપે અર્પણ કરાયું હતું. અંબાજી મંદિર ખાતે માઈ ભક્તો અલગ અલગ પ્રકારે દાન પણ કરતા હોય છે ત્યારે રાજકોટના માઇ ભક્તે સુવર્ણ શિખર માટે દાન કર્યું હતું.


રાજકોટ ખાતે રહેતા અને વર્ષોથી અંબાજી ખાતે માતાજીના દર્શન કરવા આવતા માઈ ભક્ત દ્વારા આજે 558 ગ્રામ સોનુ જે બિસ્કીટ સ્વરૂપે તેઓ લઈને આવ્યા હતા, જેની કિંમત 33 લાખ 48 હજાર કિંમત થાય છે. અંબાજી મંદિરના ટેમ્પલ ઇન્સ્પેક્ટર દ્વારા ભેટ સ્વરૂપે આવેલ સોના ને મંદિરમાં માતાની સમક્ષ પૂજન કરવા લઈ જવામાં આવ્યું હતું ત્યારબાદ આ સોનાને સ્ટ્રોંગ રૂમમાં જમા કરવામાં આવ્યું હતું.

અંબાજી મંદિરના ટેમ્પલ ઇન્સ્પેક્ટર દ્વારા સુવર્ણ શિખર માટે દાન આપવામાં આવેલા સોનાનો સ્વીકાર કરાયો હતો. રાજકોટના અન્ય માઇ ભક્તો દ્વારા અંબાજી મંદિરના શિખર ઉપર ધજા અર્પણ કરવામાં આવી હતી. જે પછી ફરી એકવાર અંબાજી મંદિરને અનોખું દાન કરવામાં આવ્યું છે. જેનાથી મંદિરાની શોભામાં વધારો થયો છે.


  • Follow us on: