- મોતીબાગની ચાલીમાં ચાલી રહ્યું હતું દારૂનું કારખાનું
- અસરફી લાલ સરોજ નામનો શખ્સ બનાવતો હતો દારૂ
- 147 દારૂની બોટલો અને બિયરની બોટલ કબ્જે કરાઇ
રાજ્યમાં નકલી બનાવચના કારખાના સામે આવી રહ્યા છે ત્યારે હવે નકલી કેમિકલ મિક્સ દારૂનો જથ્થો પણ સામે આવી રહ્યો છે. અમદાવાદમાં હલકી ગુણવત્તાનો દારૂ પેક કરવાનું રેકેટ ઝડપાયું છે. જેમાં હલકી ગુણવત્તાનો દારૂ મોંઘી બોટલમાં ભરીને વેચવામાં આવતો હોવાની માહિતી સામે આવી છે. જેમાં અમદાવાદ શહેરના ઓઢવમાં પીસીબી એ દરોડા કરી ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડયો છે.
આ અંગેની માહિતી અનુસાર, અમદાવાદમાં ઓઢવની ચાલીમાં વ્હીસ્કીની બોટલના દારૂને સ્કોચની બોટલમાં ભરવામાં આવતો હતો એટલે અમદાવાદમાં જ મોંઘી દારૂની બોટલમાં સસ્તો દારૂ ભરવામાં આવતો હતો. પીસીબીને જાણ થતાં 89,030 રૂપિયાનો મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડયો છે જ્યારે અન્ય 2 આરોપી ફરાર છે.













