• 4 શખ્સો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી
  • CCTVના આધારે પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી
  • લૂંટારાઓએ મોબાઇલ ફોન પણ લૂંટી લીધો

અમદાવાદમાં વિવિધ ચોરીઓની ઘટનામાં વધારો આવી રહ્યો છે. જેમાં મણીનગરમાં એક જવેલર્સની દુકાનમાં બંદુક દેખાડીને લૂંટ ચલાવામાં આવી છે. જેમાં બંદુક અને છરી જેવા હથિયાર બતાવીને 11 લાખ 63 હજારના દાગીના લઇને ફરાર થઇ ગયા છે. જ્યારે સમગ્ર ઘટનાની CCTV ફુટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે,.

આ અંગેની માહિતી અનુસાર,અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં રહેતા અને મણીનગરના ભૈરવનાથ ચાર રસ્તા પાસે જય ભવાની જવેલર્સ નામની દુકાન ધરાવતા અમૃત માળી બુધવારએ રાત્રિના સમયે જવેલર્સ પર હાજર હતા. આ દરમિયાન નવ વાગ્યા આસપાસ ચાર અજાણ્યા ઇસમો તેમના જવેલર્સમાં ઘુસી આવ્યા હતા.


જે પછી એક ઇસમએ રિવોલ્વર જેવું હથિયાર કાઢીને તેમની સામે ધરી દીધી હતી. જ્યારે એક ઇસમ ફરિયાદી સાથે ઝપાઝપી કરીને હીન્દીમાં ઇસકો ઠોક દે તેવું કહેતા ફરિયાદી ગભરાઇ ગયા હતા. તેમણે આ લુંટારૂઓને કહ્યું હતું કે મને કઇ કરીશ નહીં તારે જે લેવું હોય તે લઇ લે. આમ ફરિયાદીને સાઇડ મેં બેઠ જા એમ કહેતા ફરીયાદી સાઇડમાં ખુરશીમાં બેસી ગયા હતાં.

લૂંટારૂઓ જવેલર્સમાંથી રૂપિયા 11 લાખ 63 હજારના દાગીના લઇને ફરાર થઇ ગયા હતા. એટલું જ નહીં લુંટારૂઓએ ફરિયાદીનો મોબાઇલ ફોન પણ લઇ લીધો હતો. દુકાનની દુર પાર્ક કરેલ બે વાહન લઇને ઇસનપુર તરફ ફરાર થઇ ગયા હતાં. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. અને જવેલર્સના સીસીટીવી ફુટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે.

  • Follow us on: