- LD એન્જિનિયરિંગ કોલેજમાંથી શિક્ષણ પ્રાપ્ત કર્યું
- શારદા મંદિર અમદાવાદના વિદ્યાર્થી રહી ચૂક્યા છે
- રુચિર એપલ સાથે 14 વર્ષથી વધુ સમયથી કામ કરે છે
એપલની હાર્ડવેર ટીમમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. હવે રુચિર દવે એપલના એકોસ્ટિક્સ ડિવિઝનના વાઇસ પ્રેસિડેન્ટનું પદ સંભાળવા જઈ રહ્યા છે. તે લગભગ 14 વર્ષથી Appleમાં કામ કરી રહ્યા છે. રૂચિર દવે ટૂંક સમયમાં ગેરી ગીવ્ઝનું સ્થાન લેશે. રૂચિર દવે ગુજરાતમાંથી સ્નાતક થયા છે.
Apple પહેલા, તેણે લગભગ 10 વર્ષ સિસ્કોમાં કામ કર્યું
રુચિર દવેના લિંક્ડઇન એકાઉન્ટ્સ દર્શાવે છે કે તેઓ લગભગ 14 વર્ષથી કંપનીમાં સેવા આપી રહ્યા છે. તે વર્ષ 2009માં એપલ સાથે જોડાયા હતા. અહીં તે એકોસ્ટિક્સ એન્જિનિયર ટીમને કમાન્ડ કરતા હતા. આ પછી, તેમને વર્ષ 2012 માં મેનેજર સ્તર પર બઢતી આપવામાં આવી હતી. વર્ષ 2021માં તેમને વરિષ્ઠ નિર્દેશકના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. Apple પહેલા, તેણે લગભગ 10 વર્ષ સિસ્કોમાં કામ કર્યું હતુ.
જાણો ગુજરાતમાં ક્યાં ભણ્યા હતા
તેમના લિંક્ડઇન એકાઉન્ટ્સ દર્શાવે છે કે તે શારદા મંદિર, અમદાવાદનો વિદ્યાર્થી રહ્યા છે. જ્યાં તેમણે 1982 થી 1994 સુધી અભ્યાસ કર્યો છે. આ પછી તેમણે 1998માં અમદાવાદની લાલભાઈ દલપતભાઈ કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી સ્નાતક થયા હતા. આ પછી તે પેન સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા ગયા હતા.
કંપનીએ આની સત્તાવાર જાહેરાત કરી નથી
એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે આ માહિતી રુચિર દવેને ઓળખનારા લોકોએ આપી છે. જો કે, આ જાહેરાત હાલ માટે ખાનગી રાખવામાં આવી છે, જેના કારણે તેઓએ તેમની ઓળખ છુપાવવાનું કહ્યું છે. કંપનીએ આની સત્તાવાર જાહેરાત કરી નથી.
એપલની હાર્ડવેર ટીમ મહત્વની છે
Apple હાર્ડવેર ટીમમાં લગભગ 300 કર્મચારીઓ કામ કરે છે. આ લોકો કંપનીના હોમપોડ, એરપોડ્સ અને સ્પીકર્સ બિઝનેસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ ટીમ સાઉન્ડ અને માઇક્રોફોન ટેક્નોલોજીને એડવાન્સ બનાવવા પર પણ કામ કરે છે. આ ટીમ સ્પેશિયલ ઑડિયો જેવી સૉફ્ટવેર સુવિધાઓ પર પણ કામ કરે છે.