રાજકોટ-બાવળા હાઈવે પર વધુ એક મોટો અકસ્માતમાં સર્જાયો છે. રાજકોટ-બાવળા હાઈવે પર સર્જાયેલા આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું છે. કેરાળા નજીક અકસ્માતમાં કાર ચાલકનું મોત થયું છે. હાઈવે પર ઉભા રહેલા ડમ્પરની પાછળ કાર અચાનક ઘુસી જતા અકસ્માત સર્જાયો છે. જેમાં કાર ચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે. આ અકસ્માત સર્જાયા બાદ કારમાં એકાએક આગ લાગવા લાગી હતી. મૃતક રાજકોટ નજીક ટંકારા ગામનો વતની હોવાનું જાણવા મળ્યું છે.


અમદાવાદના રાણીપમાં કારચાલકે સર્જ્યો અકસ્માત

અમદાવાદના રાણીપમાં બકરા મંડી પાસે કોન્સ્ટેબલે અકસ્માત સર્જયો હતો અને પૂરપાટ ઝડપે કારચાલકે 2 વાહનોને અડફેટે લીધા હતા, જેમાં 3 લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા, સ્થાનિકોનો આક્ષેપ છે કે કારચાલક એટલે કે કોન્સ્ટેબલે દારૂનો નશો કર્યો અને અકસ્માત સર્જયો હતો, કોન્સ્ટેબલ યુવરાજસિંહ વાઘેલા માધવપુરા પો.સ્ટે.માં બજાવે છે ફરજ અને પોલીસકર્મી કારચાલકે લારીને પણ અડફેટે લીધી તો ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા તો સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

તાપીમાં કાર ચાલકની બેદરકારી

તાપીના વ્યારામાં એક અજીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં વ્યારાના સ્ટેશન રોડ પર ટ્રાફિક જામ મામલે કાર ચાલકને આસપાસના લોકોએ મેથીપાક ચખાડ્યો હતો. જાહેર માર્ગ પર કાર પાર્ક કરવામાં આવી હતી. જેને લઇને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. એસટી બસ સ્ટેન્ડ નાનું હોવાથી બસની અવરજવરમાં તકલીફ પેદા થઇ રહી હતી. આ મુશ્કેલીના કારણે બસનું ટાઇમટેબલ ખોરવાયુ હતુ. અને પ્રવાસીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. વ્યારાના સ્ટેશન રોડ પર ટ્રાફિક જામ મામલે બેદરકાર કાર ચાલકને લોકોએ મેથીપાક આપ્યો હતો. બેદરકાર કાર ચાલક રોડ પર કાર પાર્કિંગ કરીને અન્ય સ્થળે જતો રહ્યો હતો. આ કાર પાર્કિંગના કારણે વાહનોની અવરજવર અટકી રહી હતી અને મુશ્કેલી પેદા થઈ રહી હતી. એસટી બસ સ્ટેન્ડ નાનું હોવાથી તેના ટાઇમ ટેબલમાં વિઘ્ન પેદા થઈ રહ્યુ હતુ. થોડા સમય બાદ કાર ચાલક આવતા ઉશ્કેરાયેલા લોકોએ તેને મેથીપાક આપ્યો હતો.


  • Follow us on: