રાજકોટના જસદણ તાલુકાના કાનપુર ગામે ખેડૂતોએ સમયસર વીજળી નહીં મળતા વિરોધ શરૂ કર્યો છે. 150થી વધુ ખેડૂતો ખેતરમાં એકઠા થયા હતાં અને દિવાના અજવાળે ઉર્જામંત્રીને પત્ર લખ્યો હતો. ખેડૂતોએ પત્રમાં કહ્યું હતું કે, છેલ્લા બે મહિનાથી સમયસર વીજળી મળી નથી. વીજળી નહીં મળે તો ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારાઈ છે. આવતીકાલે ખેડૂતો PGVCL ખાતે આવેદન પત્ર આપશે.
સમયસર વીજળી ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા













