પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 સહેલાણીઓના મોત થયા હતા. જેના લીધે સમગ્ર દેશમાં શોકની લાગણી ફેલાઈ હતી. જેના લીધે સમગ્ર દેશમાં રોષની લાગણી ફેલાઈ ગઈ હતી. તો પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં શોકની લાગણી વ્યક્ત કરવાના ભાગ રુપે જામનગર જિલ્લાના જામજોધપુરના વતની યુવક દ્વારા પોરબંદરથી પહેલગામ સુધી અહિંસા પદયાત્રા યોજવામાં આવી હતી.


જામજોધપુરના યુવકની પદયાત્રા

આ પદયાત્રા ઉપલેટા ખાતે આવી પહોંચતા ઉપલેટા શહેરના જાહેર ચોકમાં યુવકનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ હારતોરા કરીને તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. ઉપલેટા શહેરની અંદર જામજોધપુરના વતની સૈયદ સદામ બાપુ કાદરી પોરબંદરથી લઈને પહેલગામ અહિંસા યાત્રા કરી છે. જે યાત્રા અંદાજિત 1800 કિલોમીટરની છે

યુવકનું સ્વાગત અને સમ્માન કરાયું

સૈયદ સદામ બાપુ કાદરી પદયાત્રી તરીકે આ પદયાત્રા કરી છે. જેમની યાત્રા 30 મેં 2025ના રોજ શરુ કરવામાં આવી છે. યાત્રા રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં પહોંચતા અહિંસાનો સંદેશ લઈને નીકળેલા આ યુવકનું વિવિધ સમાજ-સંગઠન અને આગેવાનો તેમજ અગ્રણીઓએ સ્વાગત કર્યું હતું. આ સ્વાગત સમ્માન સાથે તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. તો યુવકે ઉપલેટા શહેરમાં મહાનુભાવોના પ્રતિમાને પણ હારતોરા કરીને દેશભક્તિના નારા લગાવ્યા હતા.


  • Follow us on: