અમદાવાદની શાન ગણાતી સાબરમતી નદીમાં લીલનું સામ્રાજય જોવા મળ્યું છે,જેમાં સાબરમતી નદીના અસ્તિત્વ સામે ગંદકીનું સંકટ ઉભું થયું છે,સાબરમતીના શુદ્ધિકરણના દાવા પોકળ સાબિત થયા છે,સાબરમતી નદી કે લીલવાળા પાણીનું તળાવ કહેવું મુશ્કેલ થયું છે,તો બીજી તરફ નદીમાં થતા કચરા અને લીલને હટાવવામાં તંત્રને કોઈ રસ જ નથી, સાબરમતી નદીમાં જ્યાં નજર કરો ત્યાં ગંદકી જ ગંદકી જોવા મળી રહી છે.


દર વર્ષે સાબરમતી નદીના સફાઈ માટે કરોડોની ગ્રાન્ટ વપરાય છે

અમદાવાદની અસ્મિતા ગણાતી સાબરમતી નદીની દુર્દશા સામે આવી છે. દર વર્ષે સાબરમતી નદીના સફાઈ માટે કરોડોની ગ્રાન્ટ વપરાય છે. તેમાં સાબરમતી નદી પાછળ કોરોડોના ખર્ચ માત્ર કાગળ પર બતાવવામાં આવે છે. તેથી સાબરમતી નદીમાં લીલના લીધે નદીનું પાણી લીલુ દેખાવા લાગ્યું છે. સાફ સફાઈના નામે કરોડોના ધુમાડા બાદ પણ નદીમાં પાણી ગ્રીન દેખાવા લાગ્યું છે. જેમાં એલિસબ્રિજથી અટલબ્રિજ વચ્ચે નદીમાં લીલ જામતા લોકોએ AMCના ખર્ચ પર સવાલ ઉઠાવી રહ્યા છે.

સાબરમતી નદીમાં જળકુંભી દેખાઈ

સાબરમતી નદીમાં વધતા પાણીની સાથે જળકુંભીનું સામ્રાજય પણ જોવા મળ્યું છે,પાણીના વધતા પ્રવાહની સાથે જળકુંભી પણ પાણીના પ્રવાહમાં આગળ જઈ રહી છે,કોર્પોરેશન દ્રારા જળકુંભી દૂર કરવા મશીન વસાવવામાં આવ્યું છે પરંતુ આ મશીન પણ કયાય દેખાતું નથી,નદીમાં જળકુંભી દેખાતા નદીની સુંદરતા છીનવાઈ રહી હોય તેમ લાગી રહ્યું છે.સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના બીજા તબક્કા હેઠળ નદીની બંને બાજુએ બેરેજ કમ બ્રિજ કનેક્ટિવિટી ચીમનભાઈ બ્રિજને બુલેટ ટ્રેન સ્ટેશન અને ટોરેન્ટ પાવર નજીક કલોલ તરફ જતા મુખ્ય માર્ગ સાથે જોડે છે. આ સ્થળે ટોરેન્ટ પાવરની ટીપી સ્કીમ નંબર-23ના છેલ્લા પ્લોટ નંબર-872 અને 613માંથી દસ હજાર ચોરસ મીટર જમીન સંપાદન કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.

 

  • Follow us on: