• પોલીસે બન્નેની લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી
  • પત્નીની હત્યા નીપજાવી પતિ યુનુસભાઈ સંધી ફરાર થઈ ગયો હતો
  • ભાઈ નિજામ ફકીર મહંમદભાઈ રફાઈની ફરીયાદ લઇને વધુ તપાસ હાથ ધરી

હળવદ શહેરના ભવાનીનગર ઢોરા વોર્ડ 7મા આજે મંગળવારે બનેલી હત્યાના બનાવમાં પત્નીની તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરીને પતિએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. જેમાં પોલીસે બન્નેની લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

પત્ની મદીનાબેન સંધીની હત્યા નીપજાવી પતિ યુનુસભાઈ સંધી ફરાર થઈ ગયો

હળવદ શહેરના ભવાનીનગર વોર્ડ 7માં મોરબીના વીસીપરાથી મદીનાબેન અને યુનુસભાઈ બે દિવસ માટે મદીનાના પિયર મનીષાના ઘરે ગતકાલે સાંજે આવ્યા હતા. તે દરમિયાન સાંજના સમયે ચારીત્રની શંકા વ્યક્ત કરતા શંકાશીલ પતિ પત્નીની બન્ને વચ્ચે તુતુ મેમે થઈ હતી અને જેનો ખાર રાખીને વહેલી સવારે પત્ની મદીનાબેન યુનિસભાઇ સંધી તેના પતિ યુનુસભાઈ અભરામભાઈ સંધીએ ગળાના તેમજ પેટના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા નીપજાવી હતી. શહેરના ભવાની નગર વોર્ડ 7માં બનેલી આ ચકચારી ઘટનામાં પત્ની મદીનાબેન સંધીની હત્યા નીપજાવી પતિ યુનુસભાઈ સંધી ફરાર થઈ ગયો હતો.

ભાઈ નિજામ ફકીર મહંમદભાઈ રફાઈની ફરીયાદ લઇને વધુ તપાસ હાથ ધરી

જોકે યુનુસની પણ ભવાનીનગરમાં હનુમાનજી મંદિર પાસેથી લાશ મળી આવી હતી. પોલીસ તપાસમાં યુનુસભાઈ સંધીએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. હળવદ પોલીસે પતિ અને પત્નીની લાશને હળવદની સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવી છે. આ સમગ્ર ઘટનાને લઈ હળવદ પોલીસ દ્વારા મૃતક મદીનાબેન સંધીના ભાઈ નિજામ ફકીર મહંમદભાઈ રફાઈની ફરીયાદ લઇને વધુ તપાસ હાથ ધરી છે.


  • Follow us on: