બોટાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોયના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટિની સમીક્ષાત્મક બોઠક યોજાઈ હતી.જેમાં સમગ્ર શહેરમાં રસ્તાઓને ધ્યાને રાખીને જરૂરી સુધારાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. જેમ કે સ્કૂલ-કોલેજ જવાના રસ્તા તેમજ સતત માણસોની અવર-જવરનો ધસારો રહેતો હોય તેવા રસ્તાઓ પર સ્પીડ બ્રેકર લગાવવા, તેમજ સિગ્નલ અંગેની તપાસ કરવી, સ્પીડ લીમિટ બાબતે સૂચિત કરતા બોર્ડ લગાવવા ઉપરાંત યોગ્ય સાઈનેજીસ લગાવવા તથા ઓવર સ્પીડીંગ કરતા વાહન ચાલકો સામે કડક પગલા લેવા અંગે માર્ગદર્શિત કરવામાં આવ્યાં હતાં.
અધિકારીઓ રહ્યાં હાજર
તેમજ નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો સામે કાયદા પ્રમાણે કાર્યવાહી કરવા સૂચના આપી હતી.આ બેઠકમાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી ચાવડાએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ઉપસ્થિત સૌને સમિતિની કામગીરી વિશે માહિતી આપી હતી. બેઠકમાં સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.બોટાદ શહેરમાં આવેલી સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી (એ.આર.ટી.ઓ)માં દરરોજ મોટા પ્રમાણમાં નાગરિકો અલગ અલગ સરકારી કામ અર્થે જેવા કે લાયસન્સ સંબધિત વાહન નોંધણી વાહન તબદીલી નોંધણી બાદની કાર્યવાહીઓ ટેક્સ ભરવાની કાર્યવાહી પરમીટ સંબંધિત કાર્યવાહી માટે આવતા હોય છે.
નોંધાશે ગુનો
તો આવી પરિસ્થિતિમાં બિન અધિકૃત વ્યકિતોઓનો કચેરીમાં પ્રવેશ અટકાવવા માટે જાહેર જનતાના હિતમાં અનઅધિકૃત ઈસમોના એ.આર.ટી.ઓ. કચેરીમાં પ્રવેશતા અટકાવવા માટે બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી પી.એલ.ઝણકાતે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (NSS) ૨૦૨૩ના કાયદાની કલમ ૧૬૩ હેઠળ તેમને મળેલી સત્તાની રૂએ ફરમાવ્યું છે કે, બોટાદ શહેરમાં આવેલી સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી (એ.આર.ટી.ઓ)માં પોતાના સરકારી કામ માટે આવેલા હોય અથવા કામ કરતા હોય તેવા અથવા વાજબી કામ સબબ આવેલા હોય તે સિવાયના અનધિકૃત ઈસમો કે ઈસમોની ટોળી કચેરીમાં આવતી હોય છે.
ફોજદારી કાર્યવાહી
જાહેર જનતા અરજદારોને ગેરમાર્ગે દોરી કામ કરાવવા કે તેવી લાલચ આપવા જેવી પ્રવૃત્તિ કરી રહેલા ઇસમોના પ્રવેશ ઉપર પ્રતિબંધ છે. આ જાહેરનામું પ્રસિધ્ધ થયાની તારીખથી દિન-૬૦ સુધી અમલમાં રહેશે.આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ ફોજદારી પગલાં લેવા હેડકોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીશ્રી તથા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીને અધિકૃત કરવામાં આવે છે.