• રાજસ્થાનમાં આવતીકાલે મતદાન

  • ખાસ મતદારોને લેવા માટે આવી ટ્રેન
  • ગુજરાતમાં અનેક રાજસ્થાનના વતનીઓ કરે છે આર્થિક પ્રવૃત્તિઓ

એક સ્પેશિયલ અને અનોખી ટ્રેન ખાસ મતદારોને લઈ જવા માટે મુંબઈથી ધાનેરા આવી પહોંચી હતી. મહત્વનું છે કે રાજસ્થાનમાં આવતી કાલે ચૂંટણીનું મતદાન હોવાથી મતદારોને લઈ જવા માટે એક ખાસ ટ્રેન ગુજરાત આવી પહોંચી હતી.

મહત્વનું છે કે ગુજરાતમાં અનેક રાજસ્થાનના લોકો કામ ધંધા અર્થે આવતા હોય છે. વિવિધ રોજગારોમાં સંલગ્ન આ લોકો મતદાર તરીકે રાજસ્થાનની અંદર જ તેમનું નામ ધરાવતા હોય છે. આવતી કાલે રાજસ્થાનમાં મતદાન છે, મહત્વનું છે કે આવતીકાલે વિધાનસભા ચૂંટણીનું મતદાન છે. જેના લીધે આ મતદારોને લેવા માટે ખાસ મુંબઈથી ટ્રેન બનાસકાંઠના ધાનેરા સુધી આવી હતી અને ઉલ્લેખનીય છે કે આ મતદારોનું ફૂલો અને ખેસ પહેરાવીને ખાસ સ્વાગત કરવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે રાજસ્થાનમાં આવતી કાલે 199 બેઠકો પર મતદાન યોજાવા જઈ રહ્યું છે. આ ચૂંટણીનું પરિણામ 3 ડિસેમ્બરે આવવાનું છે. ઉલ્લેખનીય છે કે આ વખતે લોકસભા ચૂંટણી પહેલા 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમાંથી મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને મિઝોરમની વિધાનસભા ચૂંટણીનું મતદાન સમાપ્ત થઈ ચૂક્યું છે. જ્યારે કે રાજસ્થાનની ચૂંટણીનું આવતીકાલે એટલે કે 25 નવેમ્બરે મતદાન યોજાવા જઈ રહ્યું છે. જેના થોડા દિવસો પછી જ તેલંગાણામાં પણ મતદાન યોજાશે. જ્યાં 119 વિધાનસભા બેઠકો પર મતદાન યોજાશે.

રાજસ્થાનમાં મુખ્ય રાજકીય પક્ષોના ટોચના નેતાઓએ ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે મતદારોને તેમની તરફેણમાં રીઝવવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું હતું. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે રાજસમંદ જિલ્લાના દેવગઢમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જયપુરમાં મીડિયાને સંબોધન કર્યું.

બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મુખ્યમંત્રી અશોક ગેહલોતે જયપુરમાં મીડિયાને સંબોધન કર્યું. રાજસ્થાનમાં 199 વિધાનસભા બેઠકો માટે આવતીકાલે મતદાન થશે. બીજી તરફ તેલંગાણામાં પણ પ્રચંડ પ્રચારથી રાજકીય પક્ષો વચ્ચે ચૂંટણીનો માહોલ તેજ બની રહ્યો છે. તેલંગાણામાં 119 વિધાનસભા બેઠકો માટે આ મહિનાની 30મી તારીખે મતદાન થશે. રાજસ્થાન, તેલંગાણા સહિત પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની મતગણતરી આગામી 3જી ડિસેમ્બરે થશે.


  • Follow us on: