રાજ્યમાં નકલીની બોલબાલા ચાલી રહી છે.એક પછી એક નકલી અધિકારીઓ,નકલી કચેરીઓ ઝડપાઈ રહ્યા છે.ત્યારે રાજ્યના આ નકલી મોડેલે રાજ્યના સરકારી તંત્રને લકવાગ્રસ્ત કર્યુ હોય તેમ લાગી રહ્યુ છે.કારણકે છેલ્લા 2 વર્ષમાં કુલ 21થી વધુ નકલી અધિકારીઓ અને સંસ્થાઓ સામે આવી છે. પહેલા તો નાગરિકો નકલી લૂંટનો કારોબાર ચલાવતા હતા જો કે હવે તો આ નકલીના કારોબારમાંથી નેતાઓ પણ બાકાત નથી રહ્યા. ત્યારે સામાન્ય નાગરિકોને સવાલ થાય છે કે આ નકલીનો કારોબાર કોનો?
નકલીનો ખેલ યથાવત
ગુજરાતમાં એક બાદ એક નકલી અધિકારીઓ અને નકલીઓનો કારોબાર ધમધોકાર ચાલી રહ્યો છે. જ્યાં જોવો ત્યા નકલી જ નકલી જોવા મળે છે.નકલી ટોલનાકાથી લઈને નકલી કચેરીઓ બનાવી નાગરિકો પાસેથી લુંટ ચલાવતા હોય છે.આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જો કે તેને રોકવામાં સરકારી તંત્ર નિષ્ફળ નિવડ્યુ છે.કોંગ્રેસ પ્રવક્તાએ રાજ્યમાં ચાલી રહેલા નકલીના કારોબારમાં ભાજપના નેતાઓની પણ સંડોવણી હોવાના આક્ષેપ કર્યા છે.
કોણ કોણ નકલી ઝડપાયું
01-સપ્ટેમ્બર ૨૦૨૪માં સુરતના વરાછા પાસેથી નકલી કસ્ટમ અધિકારી હિમાંશુ રાય,
02-અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના સાઠંબાના ઇન્દ્રમમાંથી પ્રકાશ નાઈ નામનો નકલી ડે.કલેકટર,
03-સુરેન્દ્રનગર પાલિકાનો ભાજપનો કોર્પોરેટર નકલી સીબીઆઈ અધિકારી હિતેશ્વરસિંહ મોરી,
04-ભાજપના નેતાઓ સાથેના ફોટા બતાવી લુટ ચલાવતો નકલી કેન્દ્રીય એજન્સી અધિકારી ભરત છાબડા,
05-ઓગસ્ટ ૨૦૨૪ સુરતના કામરેજથી નકલી આઈપીએસ પ્રદીપ પટેલ,
06-સુરતમાં મહિલાઓને પજવણી કરતો નકલી સીઆઈડી અધિકારી તરુણ ભટ્ટ,
07-એપ્રિલ ૨૦૨૪માં ગુજરાત યુનીવર્સીટી પાસેથઈ નકલી ગૃહમંત્રાલયનો અધિકારી સૌરીશ ઘોષ,
08-જુલાઈ ૨૦૨૪માં રાજકોટના કુવાડવા તાલુકાના માલીયાસણ ગામ ચાલતી નકલી શાળા ગૌરી પ્રાયમરી સ્કુલ ઝડપાઈ,
09-માર્ચ 20૨માં કરાઈમાં ટ્રેનીગ લેતો નકલી પીએસઆઈ મયુર તડવી ઝડપાયો,
10-એપ્રિલ ૨૦૨3માં ભાજપના મોટા નેતાઓ સાથેના ફોટા બતાવતો નકલી પીએમઓ અધિકારી કિરણ પટેલ ઝડપાયો,
11-સંજય શેરપુરિયાએ પણ મોટા નેતાઓના નામે લોકોને લૂંટ્યા,
12-ઓગસ્ટ -૨૩માં નકલી સીએમઓ અધિકારી લવકુશ દ્વિવેદી ઝડપાયો,
13-જામનગર પોલીસને આરોપીને છોડી મુકવા ભલામણ કરતો નકલી સીએમઓ અધિકારી નિકુંજ પટેલ ઝડપાયો,
14-નકલી ED અધિકારી ઓમવીરસિંહ ઝડપાયો,
15-નકલી NIA અધિકારી ગુંજન કાંતિયા ઝડપાયો,
15-ઓક્ટોબર-૨૩માં દાહોદ જીલ્લાના બોડેલીમાં નકલી વહીવટી કચેરી બનાવી ૨૧.૧૫ કરોડની ઉચાપત સામે આવી,
16-સુરતના માંડવી તાલુકમાં નકલી ડેપ્યુટી કલેક્ટર નેહા પટેલ ઝડપાઈ,
17-નવેમ્બર-૨૩માં ગાંધીનગરમાં નકલી FSI અધિકારી પુણ્યદેવ રાય,
18-વડોદરામાં મહિલા સાથે દુષ્કર્મ આચરનાર નકલી સીએમઓ અધિકારી વિરાજ પટેલ
19-અમદાવાદમાંથી નકલી જજ અને નકલી કોર્ટ ઝડપાઈ
20-ઓક્ટોબર 24માં પાલનપુરના શિક્ષકે બદલી માટે શિક્ષણ સચિવનો ખોટો ઓર્ડર બનાવ્યો
નેતાઓ સાથેના ફોટામાં જોવા મળ્યા
ગુજરાતમાં નકલીના કિસ્સાઓમાં ઝડપાયેલા આરોપીઓમાંથી મોટાભાગના આરોપીઓ મોટા મોટા નેતાઓ સાથેના ફોટોઝ જોવા મળ્યા છે.આવા ફોટોઝના આધારે જ આરોપીઓ નાગરિકોને છેતરતા હતા. ફોટા જોઈને ભોગ બનનારા લોકો પ્રભાવમાં આવી જતા હતા અને છેતરાતા હતા.જો કે આ તમામ વચ્ચે ભાજપના પ્રવક્તાએ સરકારનો બચાવ કરતા કહ્યુ કે કોંગ્રેસની નજર જ નકલી છે..રાજ્યમાંથી નકલી વસ્તુઓ પકડાઈ રહી છે તે જ મોટી વાત છે. અને પોલીસ વિભાગની સતર્કતા સાબિત કરી રહ્યા છે.
ગુજરાતને ના બનાવો ટાર્ગેટ
થોડા સમય પહેલા જ ભાજપનાં ચૂંટાયેલા કાઉન્સિલર હિતેશ્વર મોરી નકલી સીબીઆઈ અધિકારી તરીકે ઝડપાયા હતા.આવા નકલી અઘિકારીઓ બેફામ ગુજરાતના નાગરિકોને ટાર્ગેટ બનાવી રહ્યા છે.જો કે આવા નકલી અધિકારીઓ સામે કડક અને દાખલારૂપ કાર્યવાહી થાય તે જરૂરી છે તો જ ગુજરાતમાં વધી રહેલા નકલીના કારોબાર પર બ્રેક મારી શકાશે.













