• વસ્ત્રાલના મહાદેવનગરના મેટ્રો સ્ટેશન પરથી કર્યો આપઘાત
  • 20 વર્ષના યુવાને કુદીને આપઘાત કર્યો
  • રામોલ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી

અમદાવાદના વસ્ત્રાલના મહાદેવનગર મેટ્રો રેલવે સ્ટેશન પરથી આજે 20 વર્ષના યુવકે કૂદીને આપઘાત કર્યો હતો. અમરાઈવાડી વિસ્તારમાં રહેતો આ યુવક સવારે મહાદેવનગર મેટ્રો સ્ટેશન પાસે પહોંચ્યો હતો અને તેને ઉપરથી કૂદીને આપઘાત કરતા રામોલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી સમગ્ર ઘટનાને લઈ તપાસ હાથધરી હતી.

ઉંચાઈ ઉપરથી માર્યો કૂદકો

અમરાઈવાડીમાં આવેલી કાદરી વકીલની ચાલીમાં રહેતા 20 વર્ષના ધ્રુવ પરમારે આજે સવારે મેટ્રો સ્ટેશન પરથી કૂદકો મારીને આપઘાત કર્યો હતો.મેટ્રો સ્ટેશન પર પહોંચ્યા બાદ ધ્રુવ પરમારે અંદાજે 40 ફૂટ ઊંચેથી કૂદકો માર્યો હતો. જેના કારણે તે નીચે પડતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી.ઘટનાની જાણ થતા આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા,108 એમબ્યુલન્સને જાણ કરવામાં આવી તો ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો.

પોલીસે હાથધરી તપાસ

આ બનાવવાની જાણ થયા બાદ રામોલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને હાલ ધ્રુવ પરમારે કયા કારણોસર આપઘાત કર્યો તે જાણવા માટે પ્રયાસ કરી રહી છે તેની પાસેથી કોઈ સુસાઇડ નોટ હતી કે નહીં તે શોધવાનો પણ પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે જ્યારે આ વાતની જાણ થતા મૃતકના પરિવારજનો બનાવના સ્થળે પહોંચ્યા હતા અને ખૂબ જ કરુણ દ્રશ્યો સર્જાયા હતા.

આપઘાતના છે આ કારણો

ભારતમાં છેલ્લા 6વર્ષમાં 9,92,535 લોકોએ આપઘાત કર્યા. સરેરાશ દરરોજ 400 થી વધુ લોકો આપઘાત કરી રહ્યા છે તેમજ ભારતમાં આપઘાત કરનાર દર ચોથી વ્યક્તિ રોજમદાર છે. દર બે કલાકે ત્રણ બેરોજગાર અને દર 25 મિનીટે એક ગૃહિણી આપઘાત કરી રહી છે. આર્થિક સંકટ, બેરોજગારી, ગંભીર શારીરિકસમસ્યાઓ પારીવારીક મુશ્કેલી, પ્રેમ પ્રકરણ, ઘરકંકાસ આત્મહત્યા માટે જવાબદાર પરિબળ છે.

 

  • Follow us on: