સુરતમાં રીલ જોવાના ચક્કરમાં યુવાને જીવ ગુમાવ્યો છે,રીલ જોતા જોતા ત્રીજા માળેથી યુવક નીચે પટકાયો અને સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હોવાની વાત સામે આવી છે,છતની પાળી પર બેસી યુવક રીલ જોતો હતો તે દરમિયાન શરીરનું સંતુલન ખોરવાયું અને યુવક ત્રીજા માળેથી નીચે પટકાય છે અને તે મોતને ભેટે છે.


રીલ જોતી વખતે સંતુલન ગુમાવતા નીચે પટકાયો

રીલ જોવાની ગેલછા અને રીલ બનાવવાની ગેલછા કયારેક ભારે પડી શકે છે,સુરતના લિંબાયતમાં આવી એક ઘટના બની છે જેમાં પ્રમુખનગરમાં ધાબાની છત પર બેસીને યુવક રીલ જોઈ રહ્યો હતો તે દરમિયાન તે ઉપરથી નીચે પડે છે,અને રીલના ચક્કરમાં એવો ડૂબી ગયો હતો કે તેને શરીરનું સંતુલન ગુમાવી દીધું હતુ,ત્યારે આસપાસના લોકો તેને બચાવવા માટે દોડી આવ્યા હતા પરંતુ યુવકને સારવાર મળે તે પહેલા તેનું મોત થયું હતુ.ત્યારે પોલીસે વધુ તપાસ હાથધરી છે.

રીલ બનાવવાના ચક્કરમાં મહેસાણામાં પણ એકનું થયું મોત

ડભોડા ગામમાં રહેતો બળવંત બે દિવસ પહેલા સાંજે લગભગ ૬ વાગ્યાના અરસામાં ગામના પાદરે આવેલા તૌરાબોરુ નામના તળાવના કિનારે ગયો હતો. તે પોતાના મોબાઈલ ફોનથી સોશિયલ મીડિયા માટે એક વીડિયો ક્લિપ બનાવી રહ્યો હતો. કહેવાય છે કે તે તળાવના કિનારે ઊભો રહીને કોઈ ખાસ એંગલથી વીડિયો શૂટ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે અચાનક તેનો પગ લપસી ગયો અને તે સીધો જ તળાવના ઊંડા પાણીમાં જઈ પડ્યો હતો અને તે મોતને ઘાટ ઉતર્યો હતો.

  • Follow us on: