• સાગઠિયા પાસેથી જપ્ત કરાયેલા સોનાને લઈ ACBની તપાસ
  • વેપારીઓ પાસેથી બિલ વિના સોનાની ખરીદી કરી
  • દાગીનામાં રાજકોટના નામાંકિત 3 જવેલર્સના માર્ક

રાજકોટમાં સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠિયા પાસેથી મળેલ સોનાને લઈ એસીબીએ તપાસ તેજ કરી છે,આજે રાજકોટ એસીબીએ સાગઠિયાએ જયાંથી સોનું ખરીધ્યું હતું તેવા 3 જવેલર્સની એસીબીએ પૂછપરછ કરી છે.રાધિકા જવેલર્સના માલિક અશોકની પૂછપરછ,શિલ્પા જવેલર્સના માલિક પ્રભુદાસની પૂછપરછ,પ્રેમજી વાલજી જવેલર્સના માલિક હરેશની પૂછપરછ કરાઈ છે.

સાગઠિયાએ ઘરેણાં ન ખરીધ્યાનું વેપારીનું રટણ

પોલીસની તપાસમાં વેપારીઓ એવું રટણ કરી રહ્યાં છે કે,મનસુખ સાગઠિયાએ અહીયાથી સોનું ખરીધ્યું નથી,તો એસીબીને શંકા છે કે,મોટા સોનાના વેપારીઓ પાસેથી મોટી સંખ્યામાં સાગઠિયાએ સોનું ખરીધ્યું છે તેને લઈ તપાસમાં ધમધમાટ ચાલે છે.

રોકડ ક્યાંથી આવી તે અંગે સાગઠિયાનું હજુ મૌન

કોણે કોણે નાણાં સાગઠિયાને નાણે ચૂકવ્યા તેને લઈ સાગઠિયાનું મૌન છે.લાંચ આપનાર બિલ્ડરો અંગે ACB તપાસ કરશે કે નહી તે સવાલ છે.ભ્રષ્ટાચારી વહીવટ સામે બિલ્ડર એસોસિએશનું ભેદી મૌન છે.જ્યાંથી સોનાની ખરીદી કરી તેની પણ તપાસ જરૂરી છે.વેપારીઓ પાસેથી બિલ વિના સોનાની ખરીદી કરી છે.સોની વેપારીઓની સાંગગાંઠ પણ આવી શકે છે સામે.વેપારીઓએ ટેક્સથી બચવા બિલ વિના સોનું આપ્યું.

કોર્ટે મનસુખ સાગઠિયાના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

આવકથી વધુ સંપત્તિના કેસમાં ACBએ રાજકોટ મહાનગરપાલિકાના સસ્પેન્ડેડ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા કોર્ટમાં રજૂ કર્યા હતાં, જ્યાં સરકારી વકીલની દલીલો સાંભળી કોર્ટે મનસુખ સાગઠિયાના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.આવકથી વધુ સંપત્તિના કેસમાં મનસુખ સાગઠિયાના રિમાન્ડ માટે સરકારી વકીલે દલીલ કરી હતી કે સાગઠિયા તેના પગારની પુરેપુરી રકમ બચાવે તો પણ તેની પાસે મળેલી રકમ ભેગી કરી શકે નહીં. સાગઠિયાના બેંક એકાઉન્ટની તપાસ હજી બાકી છે, જે તેની હાજરીમાં કરવી જરૂરી છે.

સાગઠિયા પાસે સૌથી વધુ સંપતિ મળી આવી

સાગઠિયાઅને તેના પરિવાર પાસે રહેલી મિલ્કતોની તપાસ કરવી જરૂરી છે. સાગઠિયાએ બે વિદેશ પ્રવાસ મહાનગરપાલિકાના ખર્ચે અને બીજા પ્રવાસ પરિવાર સાથે કર્યા છે તેની તપાસ થવી જરૂરી છે. સાગઠિયાની ઓફિસમાંથી મળેલી રકમ અને સોનાની ગણતરી માટે 10 કલાક જેટલો સમય લાગ્યો છે ત્યારે આ સોનું અને રોકડ અંગે તપાસ કરવા સાગઠિયાની હાજરી જરૂરી છે.ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી મનપાના સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠિયા પાસેથી અત્યાર સુધીમાં 28 કરોડની અપ્રમાણસર મિલકતો મળી આવી છે.

ઓફિસમાંથી કરોડોની રોકડ અને સોનું મળ્યું

રાજકોટ ACBમાં મનપાના ક્લાસ વન અધિકારી મનસુખ સાગઠીયા સામે અપ્રમાણસર મિલકત અંગે ફરિયાદ નોંધાઈ હતી. જેને લઈને સોમવારે રાતથી ACBની ટીમે 150 ફૂટ રિંગ રોડ પર આવેલા ટ્વીટ સ્ટાર ઓફિસમાં સીલ ખોલીને સર્ચ હાથ ધર્યું હતું. આ દરમિયાન 5 કરોડ રૂપિયા રોકડા મળ્યા હતા, સાથે જ 1 કરોડથી વધુની કિંમતનું સોનું પણ મળી આવ્યું હતું. ACBની ટીમ દ્વારા 3 જેટલા બોક્સમાં રૂપિયા, સોનું, એક મોટી તિજોરી, પ્રિન્ટર સહિતના દસ્તાવેજો કબ્જે કરવામાં આવ્યા હતા. ત્યારે આગામી દિવસોમાં સાગઠીયા વિરુદ્ધની તપાસમાં શું મોટા ખુલાસાઓ થાય છે તે જોવાનું રહેશે.

અગાઉ 19 જૂને મળી હતી 10 કરોડની સંપત્તિ

નોંધનીય છે કે, આ પહેલા 19 જૂને એન્ટીકરપ્શન બ્યુરોએ સાગઠીયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા હતા અને 10 કરોડ 55 લાખની અપ્રમાણસર મિલકત મળી આવી હતી. આ સિવાય સાગઠીયાના ભાઈની રાજકોટ ખાતેની આવેલી ઓફિસ ઉપર પણ દરોડા પડ્યા હતા. ACB ના ડાયરેક્ટર સમશેરસિંગના માર્ગદર્શન હેઠળ જોઈન્ટડાયરેક્ટર બીપીન આહિરે સહિતનો સ્ટાફ ત્રાટકયો હતો. મનસુખ સાગઠીયા પાસે ગેસ એજન્સી, પેટ્રોલ પંપ અને અમદાવાદમાં અદાણી શાંતીગ્રામમાં બંગલો મળી આવ્યો હતો.

 

  • Follow us on: