સાબરકાંઠાના હિંમતનગર ઈડર હાઈવે રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. હિંમતનગર ઈડર હાઈવે પર રાજપુર પાટિયા પાસે સર્જાયેલા અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે. બેફામ એસ.ટી બસ તેમજ ઓટો રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે આવતી બસે રિક્ષાને ટક્કર મારી છે. જેના કારણે ઘટના સ્થળે બે લોકોના મોત થયા છે અને અન્ય 2 ઘાયલને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
2 લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા
તમને જણાવી દઈએ કે એસ.ટી.બસ ચાલકે ઓટો રિક્ષાને ટક્કર મારી જેના કારણે રિક્ષામાં સવાર ચાલક સહિત મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે અન્ય બે લોકો અકસ્માતમાં ઘાયલ થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. ત્યારે ઘટનાની જાણ હિંમતનગર ગ્રામ્ય પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે અને સમગ્ર મામલે કાર્યવાહી શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા બનાસકાંઠાના કાંકરેજમાં ST બસચાલકે અકસ્માત સર્જ્યો હતો. શિહોરી નજીક ST બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 2 યુવક ઘાયલ થયા હતા, તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
રાજકોટના જેતપુરમાં બેફામ કારચાલકે સર્જ્યો અકસ્માત
બીજી તરફ રાજકોટના જેતપુરમાં બેફામ કારચાલકે અકસ્માત સર્જ્યો છે. દારૂના નશામાં અકસ્માત કર્યો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. બેફામ કારચાલકે 2થી 3 બાઈક અને કારને અડફેટે લીધી છે. અકસ્માતમાં બે ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે. કાર ચાલકે અકસ્માત કરતા લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા છે. હાલમાં જેતપુર સિટી પોલીસે આ મામલે કાર ચાલકની અટકાયત કરી લીધી છે.