રોડ અકસ્માતના સમાચાર અવારનવાર સામે આવતા હોય છે. એક્સિડન્ટમાં લોકોના પરિવાર સહિત તે પોતે પણ મૃત્યુને ભેટી જતા હોય છે. કેટલાક એક્સિડન્ટ એટલા ભયાનક હોય છે. જેમાં લોકોને બચવાનો મોકો પણ નથી હોતો. સરકાર દ્વારા લોકોને જણાવાય છે કે, ઓવર સ્પિડમાં વાહન ન ચલાવવું, બાઈક ચલાવતી વખતે હેલ્મેટનો અનિવાર્યપણે ઉપયોગ કરવો, ટ્રાફિકના નિયમોનું પાલન કરવું ફરજિયાત હોવા છતાં લોકો ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતા.જેના લીધે તેઓ અકસ્માતનો ભોગ બને છે.


2 ટુ-વ્હિલર ચાલકો અથડાયા

હાઈવે પર ઓવરસ્પિડમાં જતી વખતે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા લોકોનો જીવ ગુમાવવાના સમાચાર અવારનવાર સામે આવતા જ હોચ છે.ત્યારે સાબરકાંઠામાંથી એક રોડ એક્સિડન્ટ થયો હતો. જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સાબરકાંઠાના સહકારી જીન છાપરીયા રોડ પાસે આવેલા અનંતેશ્વર મહાદેવ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં સીસીટીવીમાં દર્શાવ્યા મુજબ રોડ ક્રોસ કરી રહેલા બાઈક ચાલક અને મહિલા એક સાથે ટકરાયા હતા.

ઘટનાના ફૂટેજ સામે આવ્યા

ભયાનક રીતે ટક્કર લાગવાથી બંને ટુ-વ્હીલર ચાલકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેને તાત્કાલિક સ્થાનિકો દ્વારા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જાણવા મળતી માહિતી મુજબ રોડ પર બનાવેલો બમ્પ તૂટી જતા વાહનચાલકો અકસ્માતનો ભોગ બને છે. જેનાથી ઓવર સ્પીડમાં વાહનચાલકો આવતા હોવાથી રાહદારીઓ સાથે અથડાતા અકસ્માત સર્જાતો હોય છે. જે આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા.


  • Follow us on: