સાબરકાંઠાના પોશીના પાસે ગમ્ખવાર અકસ્માત સર્જાયો છે જેમાં 3 લોકોના ઘટના સ્થળે મોત થયા છે અને 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે,ત્રિપલ અકસ્માત સર્જાતા લોકો ગભરાઈ ગયા હતા, તો હીંગટીયા ગામ પાસે આ અકસ્માત સર્જાયો હોવાની વાત છે, તો પોલીસે ઘટના સ્થળે જઈને વધુ કાર્યવાહી હાથધરી છે.


સાબરકાંઠામાં ત્રિપલ અકસ્માતમાં ત્રણના મોત

સાબરકાંઠાના પોશીનામાં ST બસ, બાઈક અને જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં હીંગટીયા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો તો ત્રણ વાહનો એક સાથે અથડાતા આ અકસ્માત સર્જાયો હતો જેમાં ઈજાગ્રસ્તોને નજીકની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, કોની ભૂલના કારણે આ અકસ્માત સર્જાયો તેનું કારણ સાચુ સામે આવ્યું નથી, આવા અકસ્માતો થાય છે તેમ છત્તા ખાનગી વાહન ચાલકો લોકોને ઠસોઠસ ભરીને મુસાફરી કરાવી રહ્યા છે.

ઘણા ઈજાગ્રસ્તો અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત

હાલ આ અકસ્માતની વાત કરીએ તો કુલ 3 ના મોત થયા છે, તો આગામી સમયમાં પણ હજી મોતનો આંકડો વધી શકે છે, વનવાસી વિસ્તારમાં વધતા અકસ્માતોથી કેટલાય લોકોના મોત થાય છે, એસટી બસને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, તો પોલીસે મૃતકોની ઓળખ કરી છે અને પરિવારને જાણ કરી છે, તમામ મૃતકોના પીએમ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે અને પોલીસે આ ઘટનામાં અકસ્માતનો ગુનો નોંધ્યો છે અને ઈજાગ્રસ્તોના નિવેદન પણ લીધા છે.

 

  • Follow us on: