રાજકોટ સિટી બસ અકસ્માત કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે જેમાં વિશ્વમ એજન્સીના સુપરવાઈઝરની ધરપકડ કરવામાં આવી છે, સુપરવાઈઝર નિલેશ ચાવડાની ધરપકડ કરવામાં આવી છે, નિલેશ લાયસન્સના ચેકિંગની જવાબદારી સંભાળતો હતો પરંતુ તે લાયસન્સ ચેક કર્યા વિના ડ્રાઈવરને બસ ચલાવવા માટે આપતો હોવાની વાત સામે આવી છે, પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી છે.


રાજકોટ સિટી બસ અકસ્માતમાં 4 લોકોના થયા છે મોત

રાજકોટમાં ઈન્દિરા સર્કલ પાસે સિટી બસ ચાલકે કચડતાં ચાર લોકોના મોત નિપજ્યાં છે. અકસ્માત થતાં જ લોકોના ટોળા ભેગા થયા હતાં. પોલીસે ટોળાને વિખેરવા માટે હળવો લાઠીચાર્જ કર્યો હતો. રોષે ભરાયેલા લોકોએ બસમાં તોડફોડ શરૂ કરી હતી. બસ ચાલકે એક સાથે પાંચ વાહનોને અડફેટે લીધા હતાં. જેના કારણે ત્રણ લોકોના ઘટના સ્થળે મોત નિપજતાં સ્થાનિક લોકોનો ગુસ્સો ફાટ્યો હતો. બીજી તરફ રાજકોટ મ્યનિસિપલ કમિશ્નરે અકસ્માતમાં મૃત્યુ પામેલાને 15 લાખ અને ઈજાગ્રસ્ત લોકોને બે લાખની સહાયની જાહેરાત કરી છે.

સિટી બસનો કોન્ટ્રાક્ટ દિલ્હીની PMI કંપની પાસે

આ સમગ્ર ઘટનામાં સંચાલન માટે વિશ્વકર્મા, નારાયણ નામની બે એજન્સીને કોન્ટ્રાક અપાયો છે,મનપાના પૂર્વ આસિ.ઇજનેર જસ્મિન રાઠોડ આ કોન્ટ્રાક સંભાળે છે અને ભાજપ અગ્રણી વિક્રમ ડાંગર પણ કરે છે સંચાલન સાથે સાથે પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાએ બેઠક કરી હતી જેમાં જુદા જુદા વિભાગના અધિકારીઓ હાજર રહ્યાં હતા,કંપની અને એજન્સી વચ્ચે કઈ રીતે કરાર તે તપાસ થશે અને કંપની, એજન્સીના માણસોની જવાબદારી ફિક્સ મુદ્દે ચર્ચા કરવામાં આવશે.

રાજકોટમાં સિટી બસ અકસ્માતમાં મોટો ખુલાસો

આ સમગ્ર કેસમાં એવો પણ ખુલાસો થયો છે કે,બસ ડ્રાઈવરનું લાયસન્સ એકસ્પાયર્ડ હતુ અને તે બસ હંકારી રહ્યો હતો,ગાંધીગ્રામ પોલીસે ડ્રાઈવર સામે નોંધ્યો ગુનો અને ડ્રાઈવર સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધાયો છે,તો મનપા દ્વારા તપાસના નાટક કરી સહાય જાહેર કરવામાં આવી છે,કોન્ટ્રાક્ટ એજન્સી સામે મનપાની કોઈ કાર્યવાહી નહીં અને ડ્રાઈવરને ફરજ પરથી દૂર કરી સંતોષ માન્યો છે.

  • Follow us on: