સાબરકાંઠામાં મદરેસાના મૌલવીઓ સામે અત્યાચાર ગુજારવાની ફરિયાદ દાખલ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. બિહારના આઠ બાળકો સાથે અત્યાચાર કર્યાની ફરિયાદ નોંધાઈ છે. ગઈકાલે પ્રાંતિજની મદરેસામાંથી બાળકો ભાગી ગયા હતાં. ત્યારબાદ હિંમતનગર રેલવે સ્ટેશન પરથી આ બાળકો મળ્યા હતાં. બાળકોને મદરેસાને તાળુ મારીને ત્રીજા માળે ગોંધી રાખવામાં આવતા હતાં. બાળકોને રેસ્કયુ કરીને બાળ સુરક્ષાગૃહમાં મોકલાયા છે. આ ઘટનામાં પ્રાંતિજ પોલીસે ત્રણ મૌલવીઓની ધરપકડ કરાઈ હતી. ત્યારબાદ તેમને કોર્ટમાં રજૂ કરાયા હતાં.


કેબલથી માર મારવામાં આવતો

પ્રાપ્ત વિગતો પ્રમાણે પ્રાંતિજની એક મદરેસામાંથી કેટલાક બાળકો ગઈકાલે ભાગી ગયા હતાં. ત્યાર બાદ આ બાળકો હિંમતનગર રેલવે સ્ટેશનથી મળી આવ્યા હતાં. પોલીસને આ બાળકોએ સમગ્ર બાબતની હકિકત જણાવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. ત્યારબાદ મદરેસામાં તપાસ હાથ ધરાઈ હતી. બાળકોએ પોલીસને કહ્યું હતું કે, મદરેસાના મૌલવીઓ દ્વારા તેમને કેબલથી માર મારવામાં આવતો હતો. મદરેસાના દરવાજે તાળું મારીને બાળકોને ત્રીજા માળે ગોંધી રાખવામાં આવતા હતાં.

જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા

બાળકોની ફરિયાદ બાદ પોલીસે મદરેસામાં તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે ત્રણ મૌલવીઓની ધરપકડ કરી હતી. પોલીસે ત્રણેય મોલવીઓને કોર્ટમાં રજૂ કરીને ત્યાર બાદ તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા હતાં. આ ઘટનામાં મેડિકલ રિપોર્ટ સામે આવ્યા બાદ પોલીસ દ્વારા તપાસની નવી દિશા સામે આવી શકે છે. બાળકોના ગુપ્ત ભાગે અને સાથળ પર ઈજાઓને લઈ પોક્સો એક્ટ હેઠળ કાર્યવાહી થઈ શકે છે.


  • Follow us on: