સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાતભરમાં દારૂબંધી છે, તેમજ તાજેતરમાં બુટલેગર સહિત અસામાજિક તત્વો સામે દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે. ત્યારે સાબરકાંઠાના વડાલી વિસ્તારમાં ફરી એકવાર બુટલેગરોનો આતંક જોવા મળ્યો હતો, જોકે સાબરકાંઠા જિલ્લા પોલીસે અન્ય તાલુકાઓની પોલીસની મદદથી 17 લાખથી વધુના મુદ્દામાલ સાથે બે આરોપીને ઝડપી લીધા છે તેમજ અન્ય 4 સામે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.


પોલીસથી બચવા બુટલેગરે પૂરપાટ ગાડી ચલાવી

સાબરકાંઠામાં ઈડરના દરામલી પાસે પાયલોટિંગ કાર સાથે દારૂ ભરેલી ગાડી આવવાની બાકીના પગલે પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું, જેના પગલે બાતમી આધારિત ગાડી આવતા પોલીસ એક્શનમાં આવે તે પહેલા બુટલેગર ગાડીમાં હોય ગાડી મહેસાણા તરફ ભગાવી હતી, જોકે જિલ્લા પોલીસે ફિલ્મી સ્ટાઈલમાં બુટલેગરની ગાડી ઝડપી લેવા તમામ ચાર રસ્તા ઉપર નાકાબંધી શરૂ કરાવી હતી, ત્યારે ડરામણીથી શરૂ થયેલી આ ચોર પોલીસની રમત વડાલીના જેતપુર સુધી યથાવત રહી હતી. દારૂના બુટલેગરોએ સ્થાનિક કક્ષાએ કેટલાય વાહન ચાલકો સહિત સ્થાનિક લોકોના જીવ જોખમમાં મૂકી બેદરકારી પૂર્વક પોલીસથી બચવાના તમામ હથકંડાઓ અપનાવ્યા હતા.

આરોપીઓએ ભાગી છૂટવા માટે જોખમી રીતે ડ્રાઈવિંગ કર્યું

જોકે પોલીસ સતત પાછળ આવતી હોવાના કારણે આખરે વડાલીના જેતપુર પાસે ખુલ્લા ખેતરમાં વિજયનગર તરફ ભાગી છૂટવા માટે જોખમી રીતે ડ્રાઈવિંગ કર્યું હતું, ત્યારે જેતપુર પાસે ગાડી ફસાઈ જતા 2 આરોપીઓ ખુલ્લા ખેતરમાં ભાગવા જતા પોલીસે 2 આરોપીઓની અટકાયત કરી હતી. સાથોસાથ અન્ય પાયલોટિંગ કરનાર ગાડી ચાલક બારોબાર ભાગી છૂટ્યો હતો. જો કે પોલીસે કેટલાય લોકોના જીવ જોખમમાં મુકનારા બુટલેગરો સામે વિવિધ કલમો અંતર્ગત ફરિયાદ દાખલ કરી છે, તેમજ અન્ય ફરાર 4 આરોપીઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે.

  • Follow us on: