સાબરકાંઠાના ઈડરના એક સ્થાનિકને 36 કરોડ રુપિયાની ઇન્કમટેક્સ વિભાગે નોટિસ ફટકારતા સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં ખભરાટ સર્જાયો છે. ઇન્દિરા આવાસ યોજના અંતર્ગત 36,000ની સહાય મેળવી સામાન્ય ખાનગી કંપનીમાં ₹12,000ની નોકરી કરતા પરિવાર પર જાણે કે આભ તુટી પડ્યું છે. આ મામલે પરિવારજનોએ ઇડર પોલીસ મથક અને ઈનકમટેક્સ વિભાગમાં પણ જાણ કરી છે. પરંતુ પોલીસ અને ઇન્કમટેક્ષ વિભાગ સામાન્ય પગારદારને મદદ ના કરી અને ના તો કોઈ યોગ્ય પ્રત્યુતર આપ્યો.
ગ્રામ્ય વિસ્તારમાં ખળભળાટ મચ્યો
રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી તેમજ સી.જી.એસ. ટી નો ટેક્સ વસૂલ કરાતો હોય છે ત્યારે સાબરકાંઠાના ઈડરના એક રહીશ ને ₹36 કરોડની ઇન્કમટેક્સ વિભાગે નોટિસ કરતા સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં ખળભળાટ મચ્યો છે. જોકે ઇન્દિરા આવાસ યોજના અંતર્ગત 36,000 ની સહાય મેળવી સામાન્ય ખાનગી કંપનીમાં ₹12,000 ની નોકરી કરતા પરિવાર ઉપર આભ ફાટી હોય તેવી ઘટના સર્જાય છે. આ મામલે પરિવારજનોએ ઇડર પોલીસ મથક સહિત સ્થાનિકોને જાણ કરતા તેઓ પણ કામે લાગ્યા છે. જોકે કોઈપણ જગ્યાએથી હજુ સુધી કોઈ પણ પ્રકારની રાહત ન મળતા આખરે પરિવાર રાતા પાણીએ રડી રહ્યો છે.
ઇન્કમટેક્સ વિભાગે આપી નોટિસ
સાબરકાંઠાના ઈડરના રતનપુર ગામે જીતેન્દ્રભાઈ મકવાણા પોતાના પાંચ સભ્યોના પરિવાર સાથે હસી ખુશી જીવન ગુજારી રહ્યા હતા. પરંતુ તેમની આ ખુશીને કોઈની નજર લાગી ગઈ. અચાનક ઇન્કમટેક્સ વિભાગ દ્વારા રૂપિયા 36 કરોડની નોટિસ આવતા સમગ્ર પરિવારમાં ગભરાટ સર્જાયો છે. જીતેન્દ્રભાઈ મકવાણા પોતે અમદાવાદમાં સામાન્ય કંપનીમાં 12 હજારની નોકરી કરી કુટુંબનું ભરણપોષણ કરી રહ્યા છે. તેવા સમયે અચાનક ઇન્કમટેક્સ વિભાગ દ્વારા વર્ષ 2020-21 તેમજ 2021 22 માં કરોડો રૂપિયા બાકી હોવાની નોટિસ ફટ કરવામાં આવી છે.
બેલેન્સ માત્ર 12 રૂપિયા અને કરોડોની નોટિસ
સામાન્ય રીતે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા પાછલા વર્ષોમાં બાકી રહેલી ટેક્સની રકમ નચુકવાતા વિવિધ નોટિસ ફટકારતું હોય છે તેમજ જે તે વ્યક્તિ સામે કાયદા કિય પગલા પણ ભરાતા હોય છે જોકે જીતેન્દ્રભાઈ મકવાણાનું હાલમાં બેલેન્સ માત્ર 12 રૂપિયા છે તેમજ ભૂતકાળમાં ટેક્સ આપવાની જેટલી રકમ પણ આજદિન સુધી એકઠી કરી શક્યા નથી તેવા સમય સંજોગે એક સાથે 36 કરોડ રૂપિયા ચૂકવવાની નોટિસ મળતા સ્થાનિકો સહિત પરિવારમાં પણ હડકમ વ્યાપ્યો છે તેમજ પરિવાર માટે આ નોટિસ વજ્રઘાત સમાન પુરવાર થઈ છે.
નોટીસને લઈને પરીવારમાં ફફડાટ
જોકે એક તરફ ઇન્દિરા આવાસ અંતર્ગત સામાન્ય આવકમાં પરિવારનું ગુજરાન ચલાવતા યુવકને કરોડોની નોટીસ ફટકારતા પરીવારની ચિંતામાં વધારો થયો છે. સ્થાનિકો માટે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આપવામાં આવેલી આ નોટિસ કેટલા અંશે વ્યાજબી છે તેની સામે પણ સવાલો થઈ રહ્યા છે જોકે શરદ ચૂકથી કે ઇરાદાપૂર્વક ફટકારવામાં આવેલી આ નોટિસ આગામી સમયમાં કેવા પરિણામ સર્જે છે તે પણ મહત્વનું બની રહેશે.