સાબરકાંઠા સહિત ગુજરાત ભરમાં મોટાભાગના ખેડૂતો નો ઘઉંનો પાક તૈયાર થયો હોવાથી એપીએમસી માર્કેટ યાર્ડમાં વેચાણ અર્થે પહોંચ્યા છે જોકે આજે ઈડર એપીએમસી માર્કેટ યાર્ડમાં ઘઉંના ભાવ અચાનક ગગડી જતા સ્થાનિક ખેડૂતોએ જાહેર હરાજી અટકાવી હતી તેમજ સરકારી ટેકાના ભાવથી ઘઉંની ખરીદી કરવા હંગામો મચાવ્યો હતો. જોકે એપીએમસી માર્કેટયાર્ડ વહીવટી તંત્ર દ્વારા સ્થાનિક કક્ષાએ પોલીસ પણ બોલાવવામાં આવી હતી તેમજ ખેડૂતોએ માર્કેટ યાર્ડના ચેરમેન સહિત વેપારીઓ મામલે રજૂઆત કરતા આખરે ખેડૂતો તેમજ વેપારીઓ વચ્ચે સમાધાન થતા હરાજી શરૂ કરાઈ હતી.


ઘઉંની આવક માટેનું સૌથી મોટું માર્કેટ યાર્ડ

સાબરકાંઠામાં ઘઉંની આવક માટેનું સૌથી મોટું માર્કેટ યાર્ડ ઈડર ગણાય છે જોકે રેકોર્ડ બ્રેક આવક માટે જાણીતા ઈડર માર્કેટયાર્ડમાં આજે ઘઉંના ભાવ ની જાહેર હરાજી 480 જેટલો નીચો ભાવ બોલાઈ જતા ખેડૂતોએ જાહેર હરાજી અટકાવી હતી તેમજ એપીએમસી માર્કેટ યાર્ડ દ્વારા વ્યવસ્થા સંભાળવા માટે પોલીસ પણ બોલાવાઈ હતી સાથોસાથ ખેડૂતોએ માર્કેટયાર્ડના ચેરમેન સેક્રેટરી સહિત વ્યાપારીઓ ને ચોક્કસ રજૂઆત કરાતા આખરે 530 રૂપિયાથી ઘઉં ની જાહેર હરાજી ની શરૂઆત કરતાં સમગ્ર મામલોદ થારે પડ્યો હતો.

આજે એક તરફ કેટલાય માર્કેટયાર્ડમાં ઘઉંનો ભાવ રૂપિયા 600 સુધી બોલાવ્યો હતો તો બીજી તરફ ઈડર માર્કેટયાર્ડમાં ઘઉંનો ભાવ 480 જેટલો નીચો બોલાતા તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. સાબરકાંઠાના ઈડરની આસપાસના કેટલાય ખેડૂતો પોતાના ઘઉંના પાક સાથે સવારથી જ ઈડર એપીએમસી માર્કેટયાર્ડ પહોંચ્યા હતા જ્યાં સ્થાનિક કક્ષાએ હરાજીમાં વિરોધાભાસ સર્જાતા મોટી સંખ્યામાં હંગામો સર્જાયો હતો જો કે આખરે જાહેર હરાજીમાં ભાવ ના મામલે સહમતિ થતા સમગ્ર મામલો થારે પડ્યો હતો જો કે ખેડૂતોએ જાહેર હરાજી મામલે રાજ્ય સરકાર સહિત પ્રધાનમંત્રી સુધી ખેડૂતોના પાકના હરાજી મામલે જાગૃત થવા રજૂઆત કરી હતી.

માર્કેટ યાર્ડમાં અચાનક ઘઉંના ભાવમાં કડાકો

સામાન્ય રીતે ખેડૂતો સરકારી ટેકાના ભાવ મેળવવા સહિત ચોક્કસ વજન અને નાણાંની સલામતી માટે માર્કેટયાર્ડમાં પોતાનો પાક વેચાણ અર્થે આવતા હોય છે ત્યારે આજે ઈડર એપીએમસી માર્કેટ યાર્ડમાં અચાનક ઘઉંના ભાવમાં કડાકો બોલી જતાં સ્થાનિક ખેડૂતોએ હંગામો સર્જાયો હતો જોકે એપીએમસી માર્કેટ યાર્ડના ચેરમેન સહિત સેક્રેટરીને આ મામલે ચોક્કસ રજૂઆત કરાતા વેપારીઓને બોલાવી ફરી હરાજી શરૂ કરાવી હતી જેમાં 530 રૂપિયાથી હરાજીની શરૂઆત કરાવતા સમગ્ર મામલો થારે પડ્યો હતો. હાલમાં ઈડર માર્કેટયાર્ડમાં ઘઉંની હરાજી ફરીથી શરૂ થઈ છે.

એક તરફ ખેડૂતોની આવક બમણી કરવાના મામલે રાજ્ય સરકારથી લઈને કેન્દ્ર સરકાર સામે કેટલાય સમયથી વિરોધાભાસ ચાલી રહ્યો છે ત્યારે આજે સાબરકાંઠાના ઇડરમાં ખેડૂતોને ઘઉંના પાકના ભાવ મામલે ભારે હંગામો સર્જ્યા બાદ આખરે સમજાવટ થી સરકારી ટીકાના ભાવેથી ખરીદી શરૂ કરાઈ છે ત્યારે આગામી સમયમાં જો વેપારીઓ દ્વારા ભાવ મામલે વિરોધાભાસ સર્જાશે તો ઈડરથી ફરી એકવાર હંગામો થશે.

  • Follow us on: