- ટિકિટ મળ્યા બાદ કલાબેન ડેલકર ભાજપમાં જોડાયા
- દાદરાનગર હવેલી બેઠક પરથી ભાજપે આપી છે ટિકિટ
- પુત્ર અભિનવ ડેલકર સાથે કલાબેનને કેસરિયો ધારણ કર્યો
દાદરા નગર હવેલીમાં મોટી ઘટના જોવા મળી છે. એક તરફ હાલમાં સંઘપ્રદેશ દાદરા અને નગર-હવેલી બેઠક પર શિવસેનાના સિટિંગ સાંસદ કલાબેન ડેલકરની ભાજપમાંથી ટિકિટ મળ્યા બાદ પક્ષમાં પ્રવેશ મેળવ્યો છે. આજે મોહન ડેલકેરના પત્ની કલાબેન ડેલકરે પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા.
અગાઉ પતિ મોહન ડેલકરના અવસાન બાદ દાદરા અને નગર હવેલી લોકસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં કલાબેન ડેલકર શિવસેના તરફથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. જો કે, હવે આ બેઠક પર ભાજપે કલાબેને ડેલકરને ઉમેદવાર બનાવતા આજે કલાબેન તેમના પુત્ર અને સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા.

બીજી યાદીમાં નામ થયું જાહેર
દાદરા નગર હવેલી પ્રભારી પુણેશ મોદીના હસ્તે કલાબેન દેલકર એ વિધિવત રીતે કેસરિયો ધારણ કરી ભાજપ માં પ્રવેશ કર્યો છે. આ દરમિયાન એક હજાર થી વધુ કાર્યકર્તા ઓ સાથે કલાબેન દેલકરે ભાજપમાં પ્રવેશ કર્યો હતો. જોકે, ભાજપે તો ત્રણ દિવસ પહેલા જ જ્યારે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી તેમાં કલાબેન ડેલકરને દાદરા અને નગર હવેલી બેઠક પરથી પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા હતા.
દાદરા નગર-હવેલીનો રાજકીય ઇતિહાસ
એટલું જ નહીં દાદરા અને નગર-હવેલી લોકસભા બેઠક પર અત્યાર સુધીમાં એક પેટાચૂંટણી સહિત કુલ 15 ચૂંટણીઓ યોજાઈ છે. જેમાં 7 વાર મોહન ડેલકર અને એકવાર કલાબેન ડેલકર અહીંથી સાંસદ તરીકે ચૂંટાયા છે. મોહન ડેલકર આ બેઠક પરથી ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ તરીકે સાંસદ રહી ચૂક્યા છે. તેમના નિધન બાદ અહીં યોજાયેલી પેટાચૂંટણીમાં પત્ની કલાબેન ડેલકર સાંસદ બન્યા હતા.