સરકારના બાગાયત ખાતાની વર્ષ ૨૦૨૫-૨૬ માટે સહાયલક્ષી યોજનાઓ જેવી કે 'અર્ધ પાકા, કાચા મંડપ, શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન, સરગવાની ખેતીમાં સહાય, પપૈયામાં સહાય, કેળ (ટીસ્યુ)માં સહાય.


31 મે 2025 સુધી ખેડૂત કરી શકશે ઓનલાઈન અરજી

કાપણીના સાધનો, પ્રોસેસીંગના સાધનો બાગાયતી પાકોના પ્રોસેસીંગ નવા યુનીટ, ઔષધિય સુગંધિત પાકોના નવા ડીસ્ટીલેશન યુનીટ, સ્વરોજગારલક્ષી બાગાયત નર્સરી, આંબા જામફળ ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, ઘનિષ્ટ ખેતીથી વાવેલ ફળપાકો, ટીસ્યુકલ્ચર ખારેકની ખેતી, કમલમ ફળ વાવેતરમા સહાય, નાળીયેરી વાવેતર વિસ્તાર, કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ કાર્યક્રમ, ખેતરા પર શોટીંગ-ગ્રેડિંગ- પેકિંગ એકમો ઉભા કરવા, પપૈયા ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ, ફળપાક પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય, દાડમ ક્રોપ કવર/ખારેક બંચ કવર,આંબા તથા લીંબુ પાકના નવીનીકરણમાં સહાય, પેકિંગ મટીરીયલ્સમાં સહાય, વોટર સોલ્યુબલ ખાતરમાં સહાય, મહિલા તાલીમાર્થીઓને વૃતિકા (સ્ટાઇપેંડ) વગેરે જેવા ૪૭ ઘટકો તા.૨૪/૦૪/૨૦૨૫ થી તા.૩૧/૦૫/૨૦૨૫ સુધી દરેક ખેડૂત માટે યોજનાઓમાં લાભ લેવા અરજી કરવા આઇ-ખેડૂત પોર્ટલ ૨.૦ (https://ikhedut.gujarat.gov.in/site/login) ખુલ્લુ મુકવામાં આવ્યું છે.

બાગાયતદારોને ઉપરોક્ત ઘટકોમાં સહાય લેવા માટે ખેડૂત પોર્ટલ 2.0

(https://ikhedut.gujarat.gov.in/site/login)પર નોંધણી કર્યા બાદ જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રીન્ટ લઇ ખેડૂતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે. જેની નકલ મંજુરી મળ્યા બાદ ક્લેઇમ સબમીટ કરતી વખતે સહિ કરી જરૂરી સાધનિક કાગળો સાથે જિલ્લાની નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, રૂમ નં. A/S/૧૨, બીજો માળ, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદના સરનામે રજુ કરવાના રહેશે તેમ બોટાદ જિલ્લા નાયબ બાગાયત નિયામક દ્વારા જણાવવામાં આવ્યુ છે.

  • Follow us on: