વર્ષ ૨૦૨૫-૨૬ માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માટે નવિન 'આઈ ખેડુત' પોર્ટલ તા. ૧૫/૦૫/૨૦૨૫ સુધી ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.


નોંધણી થયા બાદ ઓનલાઈન અરજી કરી શકાશે

અરજી કરતાં પહેલા ખેડૂતોએ પોર્ટલ ઉપર નોંધણી કરવી ફરજિયાત છે, તેમજ નોંધણી કરવા માટે મોબાઈલ નંબર નાખવો ફરજિયાત રહેશે. નોંધણી થયા બાદ લાભ મેળવવા માટે ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકશે.પોર્ટલ પર અરજી મેળવવાની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ તમામ અરજીઓનો જિલ્લા/તાલુકા કક્ષાએથી ડ્રો કરવામાં આવશે અને અગ્રતા યાદી તૈયાર કરવામાં આવશે. ત્યાર પછી જ લક્ષ્યાંકની મર્યાદામાં પૂર્વ મંજૂરી આપવામાં આવશે.ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજના હેઠળ લાભ મેળવવા ઈચ્છુક ખેડૂત મિત્રોને ઓનલાઈન અરજી કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.

  • Follow us on: