શિયાળાની ઋતુ શરૂ થતા જ લોકો જેમ પોષણમાં બદલાવ લાવે છે, તેવી જ રીતે પશુઓ માટે પણ ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. ખાસ કરીને દૂધાળુ પશુઓના પાલકોએ પશુઓના ખોરાક પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. આથી પશુઓ બીમાર નહીં થાય અને દૂધ નિયમિત મળતું રહેશે.


દેશના મોટાભાગના ખેડૂતો પશુપાલન સાથે સંકળાયેલા છે. ખેડૂતો દૂધાળા પશુઓને પાળવાનું વધુ પસંદ કરે છે. ઠંડીના સિઝનમાં પશુઓની વિશેષ કાળજી રાખવી જરૂરી છે, ખાસ કરીને તેમના ખોરાક પર. ખોરાકમાં ધ્યાન ન આપવામાં આવે તો દૂધાળા પશુઓનું દૂધ ઉત્પાદન ઘટી જાય છે. પશુઓને ઋતુ અનુસાર, ખોરાકમાં બદલાવ કરવો જોઈએ. સિઝન અનુસાર ખોરાકમાં બદલાવ ન કરવામાં આવે તો પશુઓને બીમાર થવાનો સૌથી વધુ ભય રહે છે.

ઠંડીની સિઝનમાં ખોરાકમાં ધ્યાન ન આપવામાં આવે તો સામાન્ય રીતે દેશી દૂધાળુ પશુઓનું દૂધ ઉત્પાદન ઘટી જાય છે, જેથી પશુપાલકોને ભારે નુકસાન સહન કરવું પડે છે. ઠંડીની સિઝનમાં નિમોનિયાનો ભય સૌથી વધુ રહે છે. આ સાથે જ ઘણા પશુઓને ઠંડી લાગવાથી ગંભીર બીમારીઓનો ભય રહે છે. ઠંડીની સિઝનમાં પશુઓને લીલો ચારો ઓછો આપવો જોઈએ. પશુઓને 20થી 30 ટકા લીલો આપવો. તેની જગ્યાએ સૂકો ચારો તેમની ડાયટમાં શામેલ કરવો.

આ સાથે તેમના ચારામાં દાણા ઉમેરવા, જેથી દૂધ ઉત્પાદન ઓછું ન થાય. શિયાળાની ઋતુમાં પશુઓને 8થી 10 કલાકના અંતરે ચારો ખવડાવવો. ઠંડીની સિઝનમાં કૂટી અને ભૂંસો પલાળીને ખવડાવવો. પશુઓને સ્વચ્છ અને પૂરતી માત્રામાં પાણી પીવા આપવું જોઈએ.



  • Follow us on: