પશુપાલન યોજનાઓ માટે ઓનલાઈન અરજીની તારીખ લંબાવવામાં આવી અમુક અરજીઓ ૧૫-૭-૨૫ અને મોટા ભાગની અરજીઓ ૩૧-૭-૨૫ સુધી i-ખેડૂત પોર્ટલ પર કરી શકશે.


પશુપાલકોએ તેમને લાગુ પડતી યોજનાઓ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે

બોટાદ જિલ્લાના પશુપાલકોને જણાવવાનું કે, પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓનો લાભ મેળવવા માટે i-ખેડૂત પોર્ટલ 2.O પર ઓનલાઈન અરજીની તારીખ લંબાવવામાં આવી છે. ઘણી અરજીઓ ૧૫-૭-૨૫ અને મોટા ભાગની અરજીઓ ૩૧-૭-૨૫ સુધી i-ખેડૂત પોર્ટલ પર કરી શકશે. પશુપાલકોએ તેમને લાગુ પડતી યોજનાઓ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.

અરજી સફળતાપૂર્વક સબમિટ થયા બાદ તેની પ્રિન્ટ કાઢવાની રહેશે

યોજના માટે જરૂરી તમામ દસ્તાવેજો સ્કેન કરીને પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે. વૈકલ્પિક રીતે, અરજદારો સંબંધિત નોડલ એજન્સી કે કચેરી ખાતે અરજીની હાર્ડકોપી રજૂ કરી શકે છે. વધુ માહિતી માટે નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરી શકાય છે. બોટાદ જિલ્લા પશુપાલન અધિકારીશ્રી ડો.આર.જી.માળીએ બોટાદ જિલ્લાના તમામ પશુપાલકોને મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો છે. 

  • Follow us on: