રોગમુક્ત બિયારણ પસંદ કરવુ, પાકની જુવાર અથવા બાજરી પાક સાથે ફેરબદલી કરવી. લીલી ઇયળ બહુભોજી હોવાથી શેઢા- પાળાનાં નિંદણ તથા અન્ય વનસ્પતિ ઉપર પાકોની ગેરહાજરીમાં નભતી હોય છે. તેથી આવા નિંદણનો નાશ કરવો.ચણાના પાકમાં લીલી ઇયળના નિયંત્રણ માટે ધાણા, રાઈનું આંતર પાક તરીકે વાવેતર કરવું.


ખોળ હેકટરે 1000 કિલો પ્રમાણે જમીનમાં આપવો

ખેતરની ફરતે તેમજ પાકની વચ્ચે પિંજર પાક તરીકે ગલગોટાનું વાવેતર કરવું. મૂળનો કોહવારો રોગના નિયંત્રણ માટે પાક વાવતા પહેલાં દિવેલીનો ખોળ હેકટરે ૧૦૦૦ કિલો પ્રમાણે જમીનમાં આપવો. સુકારો અને મૂળખાઈ રોગના નિયંત્રણ માટે ટ્રાઈકોડર્મા વીરીડી અથવા ટ્રાઈકોડર્મા હરજીએનમ (2×100 સીએફયુ/ગ્રામ) સંવર્ધિત છાણિયા ખાતરને (૧૦ કિલો જૈવિક નિયંત્રક પ્રતિ ૧ ટન છાણિયા ખાતર) ૧ ટન/ હેકટર પ્રમાણે વાવણી વખતે ચાસમાં આપવું.

રાસાયણિક બીજ માવજત માટે થાયરમ કે કાર્બેન્ડાઝીમ દવાનો ૩ ગ્રામ/ કિલો બીજ પ્રમાણે પટ આપવો

સ્ટંટ વાયરસના નિયંત્રણ માટે બે હાર વચ્ચે ૩૦ સે.મી. નું અંતર રાખવાથી રોગનું પ્રમાણ ઘટાડી શકાય છે.ચણામાં બીજ માવજત વખતે બીજને જૈવિક રોગ નિયંત્રણ માટે ટ્રાઈકોડર્મા વીરીડી ૪ ગ્રામ પ્રતિ ૧ કિલો બીજ પ્રમાણે બીજ માવજત આપવી અથવા ટાલ્ક આધારિત ટ્રાઈકોડર્મા વીરીડી અથવા ટ્રાઈકોડર્મા હરજીએનમ – ૧% વે.પા.ની ૫૦ ગ્રામ બનાવટને ૨૫૦ મિ.લિ. પાણીમાં પ્રતિ કિલો બીજ પ્રમાણે ભેળવી ૧૦ કલાક બોળી છાંયડામાં સૂકવી વાવણી માટે ઉપયોગમાં લેવા. રાસાયણિક બીજ માવજત માટે થાયરમ કે કાર્બેન્ડાઝીમ દવાનો ૩ ગ્રામ/ કિલો બીજ પ્રમાણે પટ આપવો.

દવાનો ઉપયોગ ભલામણ મુજબ સંકલિત જીવાત વ્યવસ્થાપનના ભાગરૂપે તબક્કાવાર કરવો

પાકમાં સ્થાનિક રોગ-જીવાતનો વધુ ઉપદ્રવ જણાયેથી ભલામણ કરેલ રાસાયણિક જંતુનાશક/ફૂગનાશક દવાઓનો જરૂરીયાત તેમજ ભલામણ મુજબ ઉપયોગ કરવો. વધુમાં, જંતુનાશક દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે અને જે તે રોગ/ જીવાત માટેની દવાનો ઉપયોગ ભલામણ મુજબ સંકલિત જીવાત વ્યવસ્થાપનના ભાગરૂપે તબક્કાવાર અનુસરવા જણાવવામાં આવે છે. આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ) નો સંપર્ક કરવો.


(માહિતી સંદર્ભ: સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સીટી અને આણંદ કૃષિ યુનિવર્સીટી)


આ પણ વાંચો : Panchmahal News : પંચમહાલના ઘોઘંબામાં પશુ બલી ચડાવાતા ફરિયાદ, આરોપીઓએ 8 બકરા અને 1 મરઘાની બલી ચડાવી



  • Follow us on: