પંચમહાલના ઘોઘંબામાં પશુ બલી ચડાવતા ફરિયાદ નોંધાઈ છે, આરોપીઓએ 8 બકરા અને 1 મરઘાની બલી ચડાવી છે, આરોપીઓ સામે BNS, GP એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે, જીવદયા પ્રેમીઓએ 4 બકરાઓને મુક્ત કરાવ્યા છે, સમગ્ર ઘટનાને લઈ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.


ઘોઘંબાના ચેલાવાડા ગામે બાબાદેવના મંદિરે પશુ બલી ચડાવાતા નોંધાઈ ફરિયાદ

પંચમહાલના ઘોઘંબાના ચેલાવાડા ગામે બાબાદેવના મંદિરે પશુ બલી ચડાવાતા નોંધાઈ ફરિયાદ અને ઘોઘંબાના ચેલાવાડા ગામે બાબાદેવના મંદિરે પશુ બલી ચડાવાતા નોંધાઈ ફરિયાદ, 5 દર્શનાર્થીઓ સામે ઘોઘંબા તાલુકાના રાજગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ, આરોપીઓએ અંધશ્રદ્ધામાં 8 બકરા અને 1 મરઘાની ચડાવી હતી બલી, આરોપીઓ સામે BNS,પશુ ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ, પ્રાણીઓની સાચવણી તેમજ જી પી એક્ટ અંતર્ગત નોંધાઈ ફરિયાદ.

રાજકોટમાં ધ્રુજાવી દેનારો અંધશ્રદ્ધાનો કિસ્સો, માતાજીના માંડવામાં 6 પશુની બલી, 9નો બચાવ

રાજકોટમાં અંધશ્રદ્ધાનો એક એવો કાળજું કંપાવી દેનારો મામલો સામે આવ્યો છે, જેણે આખા રાજ્યમાં ખળભળાટ મચાવી દીધો છે. શહેરના ગ્રીનલેન્ડ ચોકડી નજીક ચૌહાણ પરિવાર દ્વારા વિહત માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમની આડમાં, માનવતાને શરમાવે તે રીતે છ નિર્દોષ પશુઓની (બોકડાઓની) બલી ચઢાવવામાં આવી હોવાની હૃદયદ્રાવક ઘટના બની છે.


આ પણ વાંચો : Ahmedabad News : ઈસનપુરમાં દબાણ હટાવવાની કામગીરીમાં અંદરો-અંદર વિખવાદ, ડેપ્યુટી કમિશનરે સંકલનના કર્યુ ! એસ્ટેટ કમિટીના ચેરમેનની જાણ બહાર થઈ કામગીરી



  • Follow us on: