હાલ રાજ્યમાં SIR અંતર્ગત મતદાય યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહી છે. BLOની કામગીરી સરકારી શિક્ષકોને સોંપવામાં આવી છે. જેનાથી શિક્ષકો માનસિક તણાવ અનુભવી રહ્યા હોવાનો દાવો કરી રહ્યા છે. આવામાં BLOની કામગીરી કરતા 4 શિક્ષકોના મોત પણ થયા છે. જેમાં એક શિક્ષકે આત્મહત્યા તો અન્ય ત્રણ શિક્ષકોના મોત હાર્ટ એટેકના કારણે થયા છે. આવામાં વધુ એક શિક્ષક દ્વારા આત્મહત્યાની ધમકી આપતા ચકચાર મચી જવા પામી છે.ૉ
અધિકારીઓ દ્વારા BLOની કામગીરીને લઈને સતત માનસિક ત્રાસ અપાય છે
પંચમહાલ જિલ્લામાં BLOની કામગીરી કરતા શિક્ષકે આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી છે. ગોધરાના શિક્ષકે આત્મહત્યાની ચીમકી ઉચ્ચારતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ શિક્ષકનો આરોપ છે કે, તેને અધિકારીઓ દ્વારા BLOની કામગીરીને લઈને સતત માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે. આ શિક્ષકે સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ કરતા શિક્ષણ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
શિક્ષકે આત્મહત્યાની ચિમકી ઉચ્ચારી
આ વિડિયો વાયરલ બાદ પીડિત શિક્ષકને સમજાવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. આ વિડિયોમાં શિક્ષકે ધારાસભ્ય સી. કે. રાઉલજીને પણ રજૂઆત છે. ગોધરાના શિક્ષક વિનુભાઈ બામણીયાએ તંત્રના જવાબદાર અધિકારીઓ માનસિક ત્રાસ આપતા હોવાના આક્ષેપ સાથે આત્મહત્યાની ચિમકી ઉચ્ચારી છે.
ધારાસભ્ય સી કે રાઉલજી આપ્યું આશ્વાસન
શિક્ષકો મોડીરાત્ર સુધી એસઆઈઆરની કામગીરી કરતા હોવા છતાં જવાબદાર તંત્રના અધિકારીઓ દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોવાનો આક્ષેપ પણ આ શિક્ષક દ્વારા કરવામાં આવ્યો છે. ગોધરાના ધારાસભ્ય સી કે રાઉલજી દ્વારા BLO સાથે સહાયક BLOની નિમણૂક તંત્ર દ્વારા કરવામાં આવી હોવાનું જણાવ્યું છે. SIRની કામગીરી માટે BLO સાથે સરપંચ, નગરપાલિકાના સભ્યો તેમજ સૌ કાર્યકરો સાથ આપશે, તેવો દિલાસો પણ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો - ચૂંટણી પ્રક્રિયામાં BLOની ભૂમિકા નિર્ણાયક, જાણો શું કામ કરે છે Booth Level Officer?