પ્રાકૃતિક ખેતીમાં જમીનને વધારે ઉથલપાથલ કરવાની જરૂર પડતી નથી. ફક્ત જમીનની ઉપરની સપાટી હલકી રીતે તૈયાર કરીને તેમાં ગાયનાં ગોબર, ગાયનું મૂત્ર અને જીવામૃત જેવાં પ્રાકૃતિક ખાતરોનો ઉપયોગ કરવામાં આવે તો જમીન સૂક્ષ્મજીવોથી સમૃદ્ધ બને છે અને પાક માટે યોગ્ય વાતાવરણ ઉભું થાય છે.


વટાણાના બીજને વાવણી પહેલાં થોડા કલાક બીજામૃત અથવા ગાયનાં મૂત્રમાં ભીંજવવાથી અંકુરણ વધારે સરસ થાય છે

વાવણીનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબરથી જાન્યુઆરી સુધીનો માનવામાં આવે છે, કારણ કે ઠંડુ વાતાવરણ વટાણાના વિકાસ માટે ઉત્તમ છે. પાકને વધારે પાણીની જરૂર પડતી નથી, તેથી પાણી ભરાઈ રહે તેવી જમીન ટાળવી જોઈએ. વાવણી પછી હળવું પાણી આપવાથી જમીનમાં ભેજ બને છે અને બીજ ઝડપથી ઊગે છે.

જીવાતો આવે તો લીમડાનું દ્રાવણ, છાસનો અર્ક છાંટવાથી પૂરતું નિયંત્રણ મળી જાય છે

જેમ છોડ વધવા લાગે તેમ દર પંદર દિવસે જીવામૃતનો છાંટકાવ કરવામાં આવે તો છોડ તંદુરસ્ત રહે છે અને જીવાતોનું પ્રભાવ પણ ઓછો થાય છે. નીંદણને નિયંત્રણમાં રાખવા માટે મલ્ચિંગ ખૂબ અસરકારક છે. ઘાસ પાંદડા અથવા પાકનાં અવશેષો જમીન પર પાથરવાથી ભેજ ટકી રહે છે અને નીંદણ ઓછું ઊગે છે. જીવાતો આવે તો લીમડાનું દ્રાવણ, છાસનો અર્ક છાંટવાથી પૂરતું નિયંત્રણ મળી જાય છે, તેથી રસાયણોની કોઈ જરૂર પડતી નથી.

વટાણાનો પાક સામાન્ય રીતે બે મહિના પછી ફળીઓ આપવાનું શરૂ કરે છે

વેલો ફૂલોથી ભરાઈ જાય ત્યારે નિયમિત પાણી આપવાથી ફળીઓ લીલી બને છે. ફળીઓ નાજુક અને લીલી દેખાય તે સમયે સવારમાં કાપણી કરવી શ્રેષ્ઠ રહે છે. પ્રાકૃતિક પદ્ધતિથી ઉગાડેલાં વટાણાંનો સ્વાદ વધુ મીઠો, સુગંધિત અને પૌષ્ટિક રહે છે. સૌથી મોટી વાત એ છે કે આ પદ્ધતિમાં ખર્ચ અત્યંત ઓછો છે અને જમીન વર્ષો સુધી ફળદ્રુપ અને જીવંત રહે છે.


  • Follow us on: