ચાલુ વર્ષમાં મહત્તમ સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ માટે ટ્રેક્ટર ઘટક હેઠળ સહાય માટેની અરજીઓ સ્વીકારવા આઈ ખેડૂત પોર્ટલ ત્રીજી વખત ખોલવામાં આવી રહ્યું છે.રાજ્યના તમામ જિલ્લાઓમાં ટ્રેક્ટર ઘટક હેઠળ ખેડૂત લાભાર્થીઓની અરજીઓ સ્વીકારવા માટે આ પોર્ટલ તા.૨૯/૧૧/૨૦૨૫ સુધી ખુલ્લું રહેશે. આ યોજના હેઠળ લાભ મેળવવા ઇચ્છુક ખેડૂતોએ અરજી કરી શકાશે.
ખેડૂતોએ નોંધણી કરવી ફરજિયાત
આઇ ખેડુત પોર્ટલ પર (https://ikhedut.gujarat.gov.in/site/) વર્ષ ૨૦૨૫-૨૬ માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માટે આઇ ખેડુત પોર્ટલ પર અરજી કરતાં પહેલા ખેડૂતોએ નોંધણી કરવી ફરજિયાત છે.નોંધણી બાદ યોજનાઓનો લાભ મેળવવા માટે ઓનલાઇન અરજી કરી શકાશે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી,દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.













