- પશ્ચિમ રેલવે મંડળની 8 ટ્રેનો રદ કરાઈ
- 10 ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા
- 5 ટ્રેનોના ભારે વરસાદના કારણે શોર્ટ ટર્મિનેટ કરાઈ
અમદાવાદમાં ભારે વરસાદના કારણે પશ્ચિમ રેલવેની ટ્રેન સેવા પણ પ્રભાવિત થઇ છે. જેમાં ભારે વરસાદના કારણે 28 ઓગસ્ટ બુધવારની પશ્ચિમ રેલવે મંડળની 8 ટ્રેનો રદ કરાઈ છે. તેમાં વડનગર - વલસાડ , અમદાવાદ - મુંબઈ સેન્ટ્રલ એકસપ્રેસ, રાજકોટ - સિકંદરાબાદ એકસપ્રેસ, પોરબંદર-દાદર એકસપ્રેસ, જામનગર - વડોદરા ઇન્ટરસિટી એકસપ્રેસ, મુંબઈ સેન્ટ્રલ - અમદાવાદ શતાબ્દી એકસપ્રેસ,દાદર - પોરબંદર એકસપ્રેસ, અમદાવાદ - મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એકસપ્રેસ રદ કરાઇ છે.
5 ટ્રેનોના ભારે વરસાદના કારણે શોર્ટ ટર્મિનેટ કરાઈ જ્યારે 10 ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા
જ્યારે 5 ટ્રેનોના ભારે વરસાદના કારણે શોર્ટ ટર્મિનેટ કરાઈ જ્યારે 10 ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. ભારે વરસાદના કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. જેમાં પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનમાં ભારે વરસાદને કારણે વધુ પડતા પાણી ભરાવાને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે.
નીચે પ્રમાણેની ટ્રેનો સંપૂર્ણપણે રદ:
1. 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 12934/12933 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ કર્ણાવતી એક્સપ્રેસ
2. 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09316 અમદાવાદ-વડોદરા મેમુ
3. 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 82902/82901 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ
4. 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 22954 અમદાવાદ-મુંબઈ મધ્ય ગુજરાત એક્સપ્રેસ
5. 28મી ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 20947/20950 એકતાનગર-અમદાવાદ-એકતાનગર જનશતાબ્દી એક્સપ્રેસ
6. 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09399 આણંદ-અમદાવાદ મેમુ
7. 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09328 અમદાવાદ-વડોદરા મેમુ
8. 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 19036/19035 અમદાવાદ-વડોદરા-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ
9. ટ્રેન નંબર 09496/09495 અમદાવાદ-વડોદરા-અમદાવાદ મેમુ 28 ઓગસ્ટ 2024
10. 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09312 અમદાવાદ-વડોદરા મેમુ
11. 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09273 વડોદરા-અમદાવાદ મેમુ
12. 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09327 વડોદરા-અમદાવાદ મેમુ
13. 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09311 વડોદરા-અમદાવાદ મેમુ
14. 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09400 અમદાવાદ-આણંદ મેમુ
15. 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09315 વડોદરા-અમદાવાદ મેમુ
16. 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09274 અમદાવાદ-વડોદરા મેમુ
17. 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ
18. 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 19033 વલસાડ-અમદાવાદ ગુજરાત ક્વીન એક્સપ્રેસ
19. 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 20959 વલસાડ-અમદાવાદ એક્સપ્રેસ