ગુજરાતમાં છેતરપિંડીના બનાવો ખૂબ જ વધવા લાગ્યા છે. ગુનેગારો સાયબર ક્રાઈમ ફેક આઈડીથી પૈસા ખંખેરવા જેવી ઘણી ઘટનાઓ બને છે. તો વધુ એક છેતરપિંડીનો બનાવ સામે આવ્યો હતો. ગિફ્ટ સિટી ખાતે રોકાણ કરાવાના બહાને એક વ્યક્તિ પાસેથી કરોડો રૂપિયાનું રોકાણ કરાવી રૂ. 1.28 કરોડની ઠગાઈ કર્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આ સંબંધે સાબરમતી પોલીસ મથકે બે લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી.
રોકાણના બહાને ઠગાઈ













