અમદાવાદના ખોખરા વિસ્તારમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવામાં આવી હતી. આ ઘટના બાદ લોકોમાં રોષ ફેલાયો હતો. સમગ્ર મામલે પોલીસે 2 આરોપીની ધરપકડ કરી હતી, જેમાં ફરાર 3 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે.


અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં કેકે શાસ્ત્રી કોલેજની સામે આવેલી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા અજાણ્યા શખ્સોએ ખંડિત કરી હતી. આ ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચે ગઇકાલે મેહુલ ઠાકોર અને ભોલા નામના બે વ્યક્તિની ધરપકડ કરી હતી. જોકે આજ રોજ ખોખરા પોલીસે વધુ 3 આરોપીની કરી ધરપકડ કરી છે. ચેતન ઠાકોર, જયેશ ઠાકોર, મુકેશ ઠાકોરની ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદના ખોખરામાં પોલીસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને પ્રતિમાને નુકસાન પહોંચાડનાર આરોપીઓનું જાહેરમાં સરઘસ કઢાવી માફી મંગાવી હતી ગઈકાલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી હતી અને સરઘસ કાઢીને કાયદાનું ભાન કરાવ્યું હતું,બન્ને આરોપીઓને ઘટના સ્થળે લાવીને રિ-કન્ટ્રકશન કરાવ્યું હતુ.

શું હતો મામલો?

અદાવતના ઝગડામાં આ કૃત્ય કર્યું હતું. મેહુલ અને ભોલાએ પથ્થરો મારી મૂર્તિ ખંડિત કરી હતી. પોલીસે 1000થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. તથા 200થી વધુ લોકોની પૂછપરછ કરી હતી. રાત્રિના ત્રણ વાગ્યા આસપાસ ડો. આંબેડકરની મૂર્તિ ખંડિત કરવામાં આવી હતી. આ કેસમાં બે લોકો ઝડપાયા છે, જ્યારે ત્રણ લોકો ભાગી ગયા છે. ક્રાઈમ બ્રાન્ચે આપેલી માહિતી પ્રમાણે જુગન દાસની ચાલી પાસે રહે છે. ક્રાઈમ બ્રાન્ચે કહ્યું કે જુગન દાસની ચાલી પાસે નળિયા સમાજ રહે છે, જ્યાં દીવાલને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ અદાવતને કારણે બાબા સાહેબની મૂર્તિ તોડી હતી.


  • Follow us on: