આણંદના પેટલાદમાં પોલીસકર્મીના ઘરમાંથી દારુ ઝડપાયો છે,જેમાં શહેર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલના ઘરેથી દારુ ઝડપાયો છે અને હેડ કોન્સ્ટેબલ સુનિલ મકવાણાની પોલીસે ધરપકડ કરી છે,સુણાવ રોડના પંચવટી પાર્કમાં રહેતો હતો કોન્સ્ટેબલ અને આણંદ LCBની રેડમાં વિદેશી દારુની પેટીઓ ઝડપાઇ છે.પોલીસે 3.63 લાખનો મુદ્દામાલ ઝડપી કાર્યવાહી હાથધરી છે.


અન્ય 3 આરોપીઓ સામે પણ ગુનો નોંધાયો

પેટલાદ શહેર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલના ઘરેથી વિદેશી દારૂ ઝડપાયો છે જેને લઈ પોલીસ પણ સતર્ક બની છે.આણંદ એલસીબી પોલીસે સુણાવ રોડ ઉપર રંગાઈપુરા હદમાં પંચવટી પાર્કમાં સુનિલ મકવાણા રહેતો હતો તે ઘરમાં જઈને દરોડા પાડતા ત્યાંથી દારૂ મળી આવ્યો હતો પોલીસને બાતમી મળી હતી તેના કારણે દરોડા પાડવામાં આવ્યા છે.3,63,360 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.કોન્સ્ટેબલ સહિત અન્ય 3 લોકો સામે પણ ગુનો નોંધાયો છે.

આણંદ એલસીબીને મળી હતી બાતમી

આણંદ જિલ્લાના પેટલાદ ગામમાં કલાલ પીપળમાં રહેતો મોહસિનિયા લિયાકતિયા ઉર્ફે એલ.કે. મલેક બહારથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મંગાવી તેના માણસો મોઇનિયા મુનાફમિયા મલેક અને તોસીફ ઉર્ફે રાજુ અનવરમિયાં મલેક (બંને રહે. શેરપુરા, પેટલાદ) મારફત પેટલાદ-સુણાવ રોડ પર રંગાઇપુરા, પંચવટી પાર્ક, વાડિયા વિસ્તારમાં રહેતા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુનિલ જશભાઈ મકવાણાના ઘરે ઉતારેલ હોવાની બાતમી આણંદ LCB પોલીસને મળી હતી.

બુટલેગરો મિત્ર છે એટલે દારૂ મૂકવા દીધો

બુટલેગર મોહસીનિયા લિયાકતિયાનાં માણસો મોઇનિયા મુનાફર્મીયા મલેક અને તોસીફ મલેક ગત તારીખ 22 ડિસેમ્બરના રોજ મોડી રાત્રિના સમયે સફેદ કલરની સ્વિફ્ટ ગાડી લઈને મારા ઘરે આવ્યા હતા અને આ વિદેશી દારૂનો જથ્થો બે-ત્રણ દિવસ માટે કોઈને વહેમ ના જાય તે માટે મારા ઘરે સાચવવા મૂકવા કહ્યું હતું. તેઓ મારા સારા મિત્ર થતા હોવાથી મેં શરમમાં મારા ઘરે આ દારૂનો જથ્થો મૂકવા દીધો હોવાનું કબૂલ્યું છે.

  • Follow us on: