બાળકો જ્યારે નાનાં હોય ત્યારે કંઈ ને કંઈ વસ્તુ મોઢામાં નાખતાં હોય છે અને ભૂલથી એને ગળી પણ લેતાં હોય છે. આવા નાના-મોટા અનુભવ લગભગ દરેક પેરન્ટ્સને થતા જ હોય છે. ક્યારેક કોઈ કેસમાં તો જીવ ઊંચો થઈ જતો હોય છે અને તાત્કાલિક ડૉક્ટર પાસે જવાનો વારો આવે છે. તેવામાં અમદાવાદમાં 10 વર્ષનું બાળક સિસોટી ગળી ગયું હોવાની ઘટના સામે આવી છે.


નાના ભૂલકાઓના વાલીઓ માટે વધુ એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં 10 વર્ષનું બાળક સિસોટી ગળી ગયું હતું જેના કારણે બાળક શ્વાસ લે ત્યારે સિસોટીનો અવાજ આવતો હતો. મળતી માહિતી મુજબ, વારંવાર ચેતવણી છતાં ફરી એકવાર 10 વર્ષ નું બાળક સીસોટી ગળી જવાનો કિસ્સો ધ્યાને આવ્યો

બાળક સીસોટી ગળી ગયું જે શ્વાસનળીમાં ભરાઇ ગઇ હતી. બાળક શ્વાસ લે ત્યારે પણ સીસોટીનો અવાજ આવતો હતો. બાળકના માતાપિતાને જાણ થતા તાત્કાલીક સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જનોનો સંપર્ક સાધ્યો હતો.  સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જનોનોએ જટીલ સર્જરી દ્વારા આ સીસોટી બહાર કાઢી છે. હાલ બાળક સ્વસ્થ છે.

આ કારણે અવાર-નવાર આવી ઘટનાઓ બને છે.

બાળકોની કોઈ પણ વસ્તુ મોઢામાં નાખવાની આદત પાછળ ઘણાં જુદાં-જુદાં કારણો જવાબદાર હોય છે. નાનાં બાળકોને આમ તો ૬-૮ મહિને દાંત આવવાની શરૂઆત થાય છે. દાંત આવવાની શરૂઆત થાય ત્યારે તેમનાં પેઢાંમાં ખૂબ જ ખંજવાળ આવે છે, ઇરિટેશન થાય છે. આ ઇરિટેશનને કારણે તે કોઈ પણ વસ્તુ મોઢામાં નાખે છે. આ સિવાય તેમને દરેક વસ્તુને જાણવાની ઉત્કંઠા હોય છે, કારણ કે આ સમગ્ર દુનિયા તેમના માટે નવી છે. એને જોવા-જાણવા માટે તે પોતાની દરેક સેન્સ એટલે કે ઇન્દ્રિયોનો ઉપયોગ કરે છે જેમાં દૃષ્ટિ, સ્પર્શ, સ્વાદ, અવાજ બધું જ આવે છે. બાળક એને રસપ્રદ લાગતા દરેક પદાર્થને જુએ છે, અડે છે અને એને વધુ જાણવા માટે તે એને સીધું મોઢામાં નાખે છે. આ આદત તે સમજણું થાય ૪-૫ વર્ષનું ત્યારે જઈ શકે છે એ પહેલાં એ જતી નથી. ઘણાં બાળકો તો ૧૦-૧૨ વર્ષનાં થઈ જાય તો પણ રમત-રમતમાં કોઈ પણ વસ્તુ મોઢામાં નાખી દેતાં હોય છે


  • Follow us on: