અમદાવાદમાં પહેલગામ હુમલાના પડઘા જોવા મળ્યા. ગત સપ્તાહે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ સમગ્ર ભારતમાં ગેરકાયદે પ્રવેશ કરતા ઘૂસણખોરોને લઈને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સરકારના આદેશ બાદ સર્ચ ઓપરેશન હાથ ધરતા અમદાવાદમાં પોલીસે કોમ્બિંગ ઓપરેશન હાથ ધરતાં ગેરકાયદે બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા હતા. હવે પોલીસ બાદ ઘૂસણખોર બાંગ્લાદેશીઓ ઇન્કટેક્સ વિભાગના રડારમાં આવ્યા છે. ઝડપાયેલા બાંગ્લાદેશીઓને લઈને IT સઘન તપાસ કરશે.


બાંગ્લાદેશીઓના બેંક એકાઉન્ટની તપાસ કરાશે

પહેલગામ હુમલાને લઈને લોકો દ્વારા ઠેર-ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેવામાં વહીવટીતંત્ર દ્વારા કડક કાર્યવાહી કરતા ગેરકાયદે પ્રવેશ કરનારા વિદેશી ઘૂસણખોરોને તગેડવા કવાયત હાથ ધરાઈ છે. ક્રાઈમ બ્રાન્ચ પોલીસે શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાંથી 457 બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા હતા. જેમાંથી અંદાજે 104 જેટલા બાંગ્લાદેશીઓની હિલચાલ શંકાસ્પત જણાઈ હતી. હવે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આ તમામ શંકાસ્પદ ઘૂસણખોર બાંગ્લાદેશીઓના બેંક એકાઉન્ટની તપાસ કરશે. IT વિભાગને શંકા છે કે હવાલા મારફતે ઘૂસણખોરોના એકાઉન્ટમાં નાણાં આવ્યા છે. અને ભંગારના વેપારીઓએ એન્ટ્રીઓ છૂપાવવા ઘૂસણખોરોના એકાઉન્ટમાં આ એન્ટ્રીઓ કરાવી હોવાની શકયતા છે. બાંગ્લાદેશીઓના બેંક એકાઉન્ટની વિગતો શંકા ઉપજાવે તેવી છે. અને એટલે જ આઈટી વિભાગ દ્વારા ગેરકાયેદ પ્રવેશ કરનારા ઘૂસણખોર બાંગ્લાદેશીઓના વિવિધ બેંક એકાઉન્ટની શંકાસ્પદ એન્ટ્રીઓની ચકાસણી હાથ ધરાઇ છે.

સમગ્ર દેશમાં ઠેર ઠેર પાકિસ્તાનનો વિરોધ 

નોંધનીય છે કે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ નિર્દોષ પ્રવાસીઓ પર હુમલો કરી તેમને ઠાર કરતા સમગ્ર દેશમાં ઠેર ઠેર પાકિસ્તાનનો વિરોધ થઈ રહ્યો છે. અમદાવાદમાં પણ પાકિસ્તાને સણસણતો જવાબ આપવાને લઈને લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. અનેક સ્થાનો પર આ ઘટનાને લઈને બજારો બંધ કરી વિરોધ પ્રગટ કરવામાં આવ્યો. પ્રહલાદનગરમાં સ્થાનિકોએ રોડ પર પાકિસ્તાનનો ઝંડો દોરી પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવી વિરોધ નોંધાવ્યો.

104 બાંગ્લાદેશીઓ ઝડપાયા

મહત્વનું છે કે અમદાવાદમાં તારીખ 25 અને 26મીએ રાતે પોલીસે કોમ્બિંગ કર્યું. પોલીસે શહેરમાં ચંડોળા તળાવ વિસ્તારમાંથી કોમ્બિંગ ઓપરેશન હાથ ધરતા 900 જેટલા નાગરિકોની અટકાયત કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરેલ ઓપરેશનમાં 104 બાંગ્લાદેશીઓનો પ્રવેશ શંકાસ્પદ લાગતા તેમના તમામ દસ્તાવેજોની ખરાઇ હાથ ધરી છે. ઘૂસણખોરો 6 મહિનાથી લઈ 2 વર્ષથી ચંડોળામાં રહેતા હોવાનું તપાસમાં જાણવા મળ્યું. બાંગ્લાદેશથી ગેરકાયદે પ્રવેશ કરનારા ઘૂસણખોરોમાં પુરુષો કરતા મહિલાઓની સંખ્યા વધારે છે. અને આ મહિલાઓને મની લોન્ડરિંગ, સેકસ રેકેટ માટે મહિલાઓને લાવવામાં આવી હોવાનું ખૂલ્યું. પોલીસ શંકાસ્પદોના આધાર, પાન અને પાસપોર્ટનું વેરીફીકેશન કરી ગેરકાયદેસર રીતે રહેતા તમામ બાંગ્લાદેશોને પરત મોકલશે.

  • Follow us on: