અમદાવાદની જમાલપુરમાં આવેલી કાચની મસ્જિદ કેસમાં હવે ઈડીની એન્ટ્રી થઈ છે, જેમાં સલીમ પઠાણના નાણાકીય વ્યવહારોને લઈ ED તપાસ કરશે અને કન્સ્ટ્રક્શનમાં નાણાં ક્યાંથી આવ્યા તેની કરશે તપાસ સાથે સાથે કાચની મસ્જિદના નામે છેતરપિંડીની ED તપાસ કરશે અને સલીમ પઠાણે અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન સાથે છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.
અમદાવાદ શહેરની કુલ 29 જગ્યાઓ વકફ પાસે છે
અમદાવાદમાં કાચની મસ્જિદ ડીમોલેશનને લઈને મોટા સમાચાર સામે આવ્યા. કાચની મસ્જિદ ટ્રસ્ટ પર AMCએ દાવો કર્યો. 2009માં શાળા તોડી એ સમયે મસ્જિદ ટ્રસ્ટને અપાયું હોવાનો બાહેંધરી પત્ર રજૂ કર્યો. આ પત્રના આધારે મનપાએ સિટી સિવિલ કોર્ટમાં દાવો કરી નવું બાંધકામ કરાઈ આપવાનો દાવો કરતાં ડીમોલિશનની મંજૂરી માંગી. નવું બાંધકામ થયા બાદ મનપા ફરી એ સંકુલમાં શૈક્ષિણક કાર્ય શરૂ કરશે.શહેરમાં આવેલ કાચની મસ્જિદ પર વકફ બોર્ડ દાવો કરી રહ્યો છે. તેની સામે મનપા દ્વારા 2009માં ત્યાં શાળા હોવાના દસ્તાવેજ રજૂ કર્યા. જેના બાદ શહેરમાં હવે વક્ફ વર્ષિસ મનપાનો વિવાદ સામે આવ્યો છે. મનપા દ્વારા હવે વક્ફ દ્વારા જે જગ્યાઓ પર પોતાનો દાવો કર્યો છે તે તમામ જગ્યાઓને લઈને મનપા દ્વારા 4 સભ્યોની ટિમ બનાવી એ તમામ જગ્યાઓ મનપા પાસે પરત આવે તેના માટે કાનૂની લડાઈ તેજ કરી છે. જેમાં એવી એવી જગ્યાઓનો સમાવેશ થાય છે જેની હાલમાં બજાર કિંમત કરોડો રૂપિયામાં છે. શહેરની કુલ 29 જગ્યાઓ વકફ પાસે છે. એ તમામ જગ્યા પરત મેળવવા તંત્ર કામે લાગ્યું છે.
વકફ બોર્ડના કાયદાનો દૂરૂપયોગ કરવા મુદ્દે ફરિયાદ નોંધાઈ
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના જમાલપુરમાં વકફ બોર્ડના કાયદાનો ગેરફાયદો ઉઠાવવા અંગેની ફરિયાદ નોંધાઈ છે. જેમાં કાચની મસ્જિદ અને અન્ય એક ટ્રસ્ટની જમીન છે. ટ્રસ્ટમા ટ્રસ્ટી નહીં હોવા છતાં આરોપીઓએ મસ્જિદની જમીનમાં 100 મકાનો બનાવી તેના ભાડા મેળવીને તેનો અંગત કામમાં ઉપયોગ કર્યો હોવાનું પોલીસે જણાવ્યું છે. તે ઉપરાંત 2008થી આ છેતરપિંડી શરૂ થયાનું પોલીસ તપાસમાં જણાયું છે. આરોપીઓએ દુકાનોના 10 હજાર અને મકાનના 6 હજાર લેખે ભાડુ વસૂલ્યું છે. આ મકાનો 80 વર્ષ પહેલા ભાડે આપ્યા છે.