એક તરફ શહેર પોલીસ દ્વારા વ્યાજખોરોનો આતંક પૂરો કરવા ખાસ કવાયત ચલાવવામાં આવી રહી છે તેમ છતાં વ્યાજખોરોના ત્રાસથી લોકો આપઘાત કરી રહ્યા છે. ત્યારે ઘાટલોડીયામાં વ્યાજખોરના ત્રાસથી વેપારીનો આપઘાતની ઘટના સામે આવી છે. વેપારીએ ઝેરી દવા ગટગટાવીને શેર માર્કેટ, હીરા દલાલીનું કામ કરતા વેપારીએ આપઘાત કર્યો છે. 


અમદાવાદના ઘાટલોડીયામાં વ્યાજખોરના ત્રાસથી વેપારીએ જીવન ટુંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. ઉછીના લીધેલા પૈસા પરત આપ્યા છતાં વ્યાજખોર પઠાણી ઉઘરાણી કરતો હતો. વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને શેર માર્કેટ અને હીરા દલાલીનું કામ કરતા વેપારીએ આપઘાત કર્યો છે.વ્યાજખોરોની ઉઘરાણીથી કંટાળેલા વેપારીએ ઝેરી દવા ગટગટાવીને આપઘાત કર્યો છે.

ઘાટલોડિયામા રહેતા અતુલ ભટ્ટે જીભાઈ દેસાઈ પાસેથી રૂ.4 લાખ ઉછીના લીધા હતા. 3 વર્ષ સુધી અતુલભાઈએ જીભાઈને પૂરે પૂરા પૈસા ચૂકવી દીધા હતા. વ્યાજ અને પેનલ્ટી બાકી હોવાનું કહીને વ્યાજખોર પૈસાની પઢાણી ઉઘરાણી કરતો હતો. ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  • Follow us on: