ચાઈનીઝ દોરીના વેપારીઓ સામે પોલીસ એક્શનમાં આવી છે. ત્યારે મહેસાણાના દેદીયાસણમાંથી ચાઇનીઝ દોરી ઝડપાઇ છે. SOGએ ચાઈનીઝ દોરી સાથે અલ્તાફ સિપાઇને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી ચાઇનીઝ દોરીના 16 રીલ કબજે કરવામાં આવ્યા છે.
ચાઈનીઝ દોરીને લઈને શહેર પોલીસનો એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ચાઇનીઝ દોરીનું ચોરી છૂપું વેચાણ કરનાર કોઈને છોડવામાં આવશે નહી. જેના માટે પોલીસ દ્વારા ડીકોઈ ગોઠવી અને બાતમીના આધારે ચાઈનીઝ દોરી વેચનાર સામે કેસમાં કરવામાં આવી રહ્યા છે. ઇ કોમર્સ વેબસાઈટ પર પોલીસે તપાસ શરૂ કરી છે. ત્યારે મહેસાણાના દેદીયાસણમાંથી ચાઇનીઝ દોરી ઝડપાઇ છે.SOGએ ચાઈનીઝ દોરી સાથે યુવાન અલ્તાફ સિપાઇને ઝડપ્યો છે. અલ્તાફ સિપાઇ પાસેથી ચાઇનીઝ દોરીની 16 રીલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.













